દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા મોટા એક વાસણમાં દૂધ ઉકળવા મૂકો દૂધ અને જ્યારે આપણે દૂધપાક કરવાનું હોય ત્યારે ચોખાને બે કલાક સુધી પલાળી રાખવા જેથી આપણે દૂધપાકમાં ચોખા નાખીએ ત્યારે જલ્દીથી ચડી જાય
- 2
અને દૂધ એકદમ ઉકલી ગયા બાદ તેમાં ચોખા ધોઈને સાફ કરીને નાખી દેવા ત્યારબાદ તેમાં એલચીનો પાઉડર અને ખાંડ એડ કરો અને એકદમ ઊકળવા દેવું અને સતત હલાવતા રહેવું જેથી નીચે બેસી ન જાય અને પછી તેમાં કેસરવાળું દૂધ એડ કરો જેથી આપણા દૂધપાક નો કલર એકદમ સરસ આવી જાય
- 3
જ્યારે એકદમ ઘટ્ટ થઈ જાય અને ચોખા એકદમ ચડી જાય પછી ગેસ બંધ કરી દેવો અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવો ત્યારબાદ તેના ઉપરથી કાજુ બદામની કતરણ નાખી દેવી તો આ રીતે આપણો સરસ મજાનો દુધપાક તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15527312




ટિપ્પણીઓ (4)