દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પહેલા બન્ને દાળને ધોઈને બાફી લેવી
- 2
સૌપ્રથમ પહેલા મોટું વાસણ લઈને તેમાં ઘઉં અને ચણાનો લોટ મિક્સ કરી તેમાં બધો મસાલો નાખી લોટ બાંધી લેવો લોટ બાંધીને તેને દસ મિનિટ સુધી રેસ્ટ આપો
- 3
ત્યારબાદ બીજી બાજુ આપણે જે બંને દાળ બાફેલી લીધેલી છે તેમાં બધો મસાલો નાખીને 10 મિનીટ સુધી ઉકળવા દો ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકો પછી તેમાં જીરું અને લીમડાના પાન મૂકીને વઘાર કરો
- 4
ત્યારબાદ તેમાં ઝીણું સુધારેલું ટામેટું એડ કરો અને જરૂર મુજબ પાણી નાખીને દાળ ધીમા ગેસ ઉપર દાળને ઉકળવા દો
- 5
ત્યારબાદ આપણે જે લોટ બાંધેલો છે તેમાંથી લુવા લઈને મોટી રોટલી બનાવીને લોઢી માં આછી શેકી લેવાની ત્યારબાદ કટર ના મદદથી એકસરખા પીસ કરીને દાળમાં નાંખી દો ત્યારબાદ તેને ધીમી આંચ પર એકદમ સરસ રીતે ઉકળવા દો જેથી આપણી ઢોકળી એકદમ સરસ રીતે ચડી જાય
- 6
દાળ ઢોકળી ઉકડી ગયા બાદ તેમાં લસણની ચટણી એડ કરી દેવી જેથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવશે પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી કોથમીર એડ કરીને તેને ગરમાગરમ સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (2)