પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ, બધીજ સામગ્રી ને ભેગી કરી થોડો ઢીલો લોટ બાંધી લો. જરૂર પડે તોજ પાણી નાખવું. કારણ કે સુધી માંથી પાણી છૂટે એટલે ઢીલો થાઇજ જશે.
- 2
ત્યાર બાદ, ઢોકરિયા માં નીચે પાણી મૂકી વાટકી મા અને ડીશ મા તેલ લગાવી ૫ મિનિટ ગરમ મૂકી. પછી વાટકી મા લોટ ભરી મૂકી દો. અને બીજા લોટ ના લાંબા મુઠીયા બનાવી ડીશ ઉપર ગોઠવી દો. બંધ કરી ૧૫-૨૦ મિનિટ ચઢવા દો.
- 3
૨૦ મિનિટ પછી ઢાંકણ ખોલી છરી ભરાવી જોઈ લેવું. જો લોટ છરી મા ના ચોંટે તો મુઠીયા તૈયાર છે.
- 4
વઘાર માટે:
મુઠીયા થોડા ઠંડા થાય પછી તેના નાના પીસ કરી લેવા. પછી ૧ કડાઈ માં ૨ ચમચી તેલ મૂકી તેમાં રાઈ, જીરું, અજમો, તલ, મીઠો લીમડો, લીલા મરચા નાખવા. આ બધું કાકડી જાય પછી તેમાં હિંગ નાખવી અને મુઠીયા ના ટુકડા નાખી દેવા. ૫ મિનિટ ચઢવા દો પછી ગેસ બંધ કરી દો. - 5
તૈયાર છે ગરમા ગરમ પાલક વજી મુઠીયા. સમારેલી કોથમીર અને પાલક થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (2)