સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7
Week7
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળમાં દહીં ઉમેરી ક્રશ કરી લો. ખીરાને ઢીલુ કરવાનું નથી.તેને જાડુ રાખવાનું છે.તેમાં મીઠું, આદુ- મરચાની પેસ્ટ ઉમેરી હલાવી લો.હવે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો અને થાળી ને તેલ થી ગ્રીઝ કરી લો.ત્યારબાદ મિક્ષણમાં ઈનો ઉમેરી હલાવી લો.ત્યારબાદ થાળીમાં મિશ્રણ પાથરી બાફી લો.ત્યારબાદ તેને કાઢી તેનો ભૂકો કરી લો.
- 2
ત્યારબાદ એક વઘારીયા માં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, લીમડાના પાન, તલ, આદુ -મરચાની પેસ્ટ, ખાંડ ઉમેરો.ત્યારબાદ તેમાં એક કપ પાણી ઉમેરો અને તેને ઉકળવા દો.ત્યારબાદ આ ભૂકો ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.તેને બે મિનીટ જેટલું ચડવા દો.
- 3
હવે સર્વિંગ પ્લેટમાં કાઢી ઝીણી સેવ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15758295




ટિપ્પણીઓ