છૂટી ખીચડી ઓસામણ (દ્રારકા ના ગુગળી બ્રાહ્મણ ની પ્રખ્યાત રેસીપી)

સવારના હેવી ભોજન પછી સાવ હળવું મેનું.અને પાછું ખુબજ સ્વાદિષ્ટ ..અને ખૂબ જ ઓછા ઘટકો માંથી તૈયાર થાય છે
છૂટી ખીચડી ઓસામણ (દ્રારકા ના ગુગળી બ્રાહ્મણ ની પ્રખ્યાત રેસીપી)
સવારના હેવી ભોજન પછી સાવ હળવું મેનું.અને પાછું ખુબજ સ્વાદિષ્ટ ..અને ખૂબ જ ઓછા ઘટકો માંથી તૈયાર થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા તથા દાળ ને ૨ પાણી થી બરાબર ધોઈને ૧૦ થી ૧૫ મિનિટ પલાળી રાખવા.
- 2
સૌ પ્રથમ એક નોનસ્ટીક પેન લઇ તેમાં વગર માટે તેલ નાંખવું.પછી રાઇ નો વઘાર કરવો રાઇ તતડે એટલે હીંગ નાખવી. પછી તજ લવિંગ તમાંલપત્ર સૂકા લાલ મરચા નાખવા. વઘાર થાય એટલે ૨ ગ્લાસ પાણી નાખી પાણી ને ઉકળવા દેવું ઉકળે એટલે તુવેરદાળ નાખી દેવી ઢાંકી ને મધ્યમ તાપે થવા દેવી,૧૦ મિનિટ પછી ચેક કરવું દાળ ને દબાવતા ૨ કટકા થાય ત્યારે તેમાં ચોખા ઉમેરી મીઠું તથા હળદર ઉમેરી બરાબર મિક્સ કરી ફરી ઢાંકી ને ચડવા દેવી.૧૦ થી ૧૫ મિનિટ પછી ચોખા તથા દાળ ચડી જાય ચેક કરી.ગેસની ફ્લેમ ધીમી કરી દેવી.
- 3
થોડું ઘી નાખી એક જ વાર ધીરેથી હલાવી લેવી. એકદમ છૂટી ખીચડી તૈયાર થઈ ગઇ હશે.ગેસ બંધ કરી દેવો.
- 4
તેમાં કાજુ કીસમીસ ઉમેરી બરાબર હલાવી લેવી
- 5
ખુબ બધી કોથમીર થી ગાર્નિશ કરવી. ગરમ ગરમ સર્વ કરવી
આ ખીચડી ગરમ ગરમ એકલી પણ ખુબ જ સરસ લાગે છે ઓસામણ સાથે તો ખૂબ સારી લાગે છે - 6
આ ખીચડી ને બહુ વાર હલાવવાની ની નહિ નહિ તો ચોખા ના દાણા તૂટી જશે.
- 7
ઓસામણ માટે
- 8
એક કડાઈમાં ઘી મૂકી રાઇ જીરું નો વઘાર કરવો તેમાં તજ લવિંગ મીઠો લીમડો નાખવો
હિંગ નાખવી. ઝીણા સમારેલા ટામેટા નાખી હલાવવું.ગોળ ઉમેરવો. મીઠુ મરચું હળદર આદુ મરચા નાખી ધીમા તાપે ટામેટા ગળી જાય પછી એક ગ્લાસ પાણી નાંખી ઉકાળવા દેવું
થઈ જાય એટલે ધાણા ભાજી નાખવા. ખાટુ મીઠુ ઓસામણ તૈયાર.
આ ખીચડી ઓસામણ સાથે લીલી અથવા સૂકી ડુંગળી ટામેટા નું કચુંબર મરચું મીઠું થોડી ખાંડ તથા કોથમીર મિક્સ કરેલ ખુબજ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (2)