ખાઉસ્વે (Khow Suey Recipe In Gujarati)

#WK2
ખાઉ સ્વએ એક નૂડલ સૂપ છે જેનું વેજીટેરિયન version મેં બનાવ્યું છે. બાફેલી નુડલ્સ ને ગ્રેવી માં સર્વ કરવામાં આવે છે. આ એક લાઇટ ડીનર માટે પણ સારો ઓપ્શન છે.
ખાઉસ્વે (Khow Suey Recipe In Gujarati)
#WK2
ખાઉ સ્વએ એક નૂડલ સૂપ છે જેનું વેજીટેરિયન version મેં બનાવ્યું છે. બાફેલી નુડલ્સ ને ગ્રેવી માં સર્વ કરવામાં આવે છે. આ એક લાઇટ ડીનર માટે પણ સારો ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લેમન ગ્રાસ, આદુ, આખા ધાણા, મરી, 4-5 કળી લસણ, લીલા મરચાં અને કોથમીર મિક્સર માં લઇ પેસ્ટ બનાવી લો.
- 2
નુડલ્સ ને બાફી લો.
- 3
પેન માં તેલ મૂકી તેમાં સમારેલા કાંદા સાંતળો.
- 4
કાંદા સંતળાઈ જાય એટલે ગાજર, કેપ્સિકમ, મશરૂમ ઉમેરી થોડા કૂક કરી લો.
- 5
હવે બનાવેલી પેસ્ત ઉમેરી સાંતળી લો.
- 6
નારીયેળ નુ દૂધ ઉમેરી 2-3 મિનિટ માટે ધીમી આંચ પર પકાવો.
- 7
સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દો.
- 8
છેલ્લે બાફેલા નુડલ્સ ઉમેરી દો.
- 9
સર્વ કરતી વખતે ઉપર થી મસાલા શીંગ, તળેલા નુડલ્સ અને લસણ ની કળી તથા કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
- લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
- ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati)
- મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
- મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
- વઢવાણી મરચા નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)



ટિપ્પણીઓ (6)