મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

શિયાળા માં મેથી ખૂબ જ સારી મળતી હોય છે. બાળકો ને મેથી બહુ ન ભાવતી હોય તો તેમને અલગ અલગ પ્રકારે નવું બનાવી ને ખવડાવશો તો વેરાઇટી પણ થશે અને તેમને ભાવશે.

રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ મેથી વીણી તેને સરખી સાફ કરી લો ત્યાર બાદ તેને એક કડાઈ માં થોડું તેલ લઇ સાંતળી લો. અને બીજી બાજુ વટાણા ને પાર બોઇલ કરી લો.
- 2
હવે આજ કડાઈ માં પાછું થોડું તેલ લઇ તેની અંદર જીરા નો વઘાર કરો હવે તેની અંદર ઉપર જણાવેલ બધી જ વસ્તુ ઉમેરી ઢાંકણ ઢાંકી ચડવા દો
- 3
હવે આ મિશ્રણ ને ઠંડુ પાડવા દો. ઠરી જાય એટલે તેમને મિક્સર માં ક્રશ કરી લો. હવે એ જ કડાઈ માં જરૂર પૂરતું તેલ લઇ તેની અંદર આ ગ્રેવી ઉમેરી દો. ત્યાર બાદ આ ગ્રેવી ની અંદર બધા સૂકા મસાલા ઉમેરી જરૂર પૂરતું પાણી ઉમેરી ગ્રેવી ને ચડવા દો.
- 4
ત્યાર બાદ તેની અંદર મેથી અને વટાણા ઉમેરી દો અને ઢાંકણ દ્ધાંકી થવા દો. હવે તાજી મલાઈ ને વ્યવસ્થિત બીટ કરી તેની અંદર ઉમેરી દો. અને સરખું હલાવી ધીમા ગેસ ઉપર ૨ થી ૩ મિનિટ થવા દો.
- 5
તો તૈયાર છે મેથી મટર મલાઈ આને તમે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ