આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)

Jyoti Joshi @Jyoti1982
#FFC2
આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે.
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2
આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છોલી ટુકડાં કરી મીઠાં અને હળદર ના પાણી માં પાર બોઇલ્ડ કરી લો. પાલક ને સમારીને ધોઈ લઇ નિતારી લો.
- 2
એક કઢાઈમાં તેલ લઇ ગરમ કરો. ત્યારબાદ એમાં જીરું ઉમેરી, હિંગ,લાલ મરચું ઉમેરો. ત્યારબાદ એમાં સમારેલી ડુંગળી અને લસણ ઉમેરી સાંતળો.
- 3
ડુંગળી અને લસણ સંતળાઈ જાય એટલે એમાં સમારેલાં ટામેટાં ઉમેરી સાંતળો. બધા મસાલા તથા મીઠું ઉમેરી હલાવો. ત્યારબાદ બટાકા ઉમેરી હલાવો.
- 4
હવે પાલક ઉમેરી હલાવી થોડી વાર થવા દો. પાલક ચઢે એટલે ગેસ બંધ કરો. તૈયાર છે આલુ પાલકનું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15976839



ટિપ્પણીઓ (2)