મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ કપફૂલ ફેટ દૂધ
  2. ૧ કપમિલ્ક પાઉડર
  3. ૪- ૫ ટી સ્પૂન ખાંડ
  4. ૩ ટી સ્પૂનઘી
  5. ૧/૨ કપઘર ની મલાઈ
  6. ગાર્નિશ માટે
  7. પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળિયા વાળી કડાઈ લો.તેમાં દૂધ,મિલ્ક પાઉડર,મલાઈ અને ઘી બધું સરખું મિક્સ કરી લો.આ બધું મિક્સ થઈ જાય પછી જ ગેસ ચાલુ કરવો.ગેસ ની આંચ ધીમી જ રાખવી.

  2. 2

    હવે આ મિશ્રણ ને સતત હલાવતા રહેવું.થોડું ઘટ્ટ થાય એટલે તેમા ખાંડ ઉમેરવી. તેને સતત હલાવતા રહેવું.જ્યારે મિશ્રણ વધારે ઘટ્ટ થાય અને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે આ મિશ્રણ ને ગ્રીસ કરેલા કેક મોલ્ડ કે થાળી મા પાથરવું.ઉપર પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરવું.થોડું ઠરે એટલે કાપા પડી ને સર્વ કરવું.

  4. 4

    તો તૈયાર છે મિલ્ક કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes