જીરા મસાલા ખાખરા (Jeera Masala Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ લો. પછી તેમાં જીરુ, હળદર,લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, મીઠું, હિંગ, તેલ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેનો લોટ બાંધી લો. અને લોટને પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકીને રાખી દો.
- 2
હવે પછી લોટને બરાબર મસળી લો. પછી તેના નાના-નાના લુઆ કરી એકદમ પાતળી રોટલી વણી લો.
- 3
હવે રોટલી ને બંને બાજુ થોડું તેલ લગાવી મીડીયમ ફ્લેમ પર અધકચરી શેકી લો. ફરી તેને એકદમ ધીમા તાપે લાકડાના ડટાથી દબાવતા જાવ અને ખાખરા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
- 4
તૈયાર છે જીરા મસાલા ખાખરા
- 5
- 6
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16022594








ટિપ્પણીઓ (12)