મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને ક્રશ કરી લ્યો.આદુ મરચા ક્રશ કરી લ્યો. ડુંગળી સમારેલી લ્યો
- 2
કડાઈ મા બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી હલાવી લ્યો.હવે તેમાં ડુંગળી સાંતળો.
- 3
હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો.એકાદ મિનિટ પછી તેમાં હળદર, મીઠું નાખી હલાવી લ્યો.હવે તેમાં ક્રશ કરેલા વટાણા નાખો.હલાવી બેથી ત્રણ મિનિટ સુધી થવા દયો.
- 4
હવે તેમાં ગરમ મસાલો અને લીંબુ નો રસ નાખી હલાવી લ્યો.ગેસ બંધ કરી દયો અને ઠંડુ થવા દયો.
- 5
બાઉલ મા મેંદો લઈ તેમાં મીઠું,અજમો,ચપટી હળદર અને ઘી નું મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધી લ્યો.દસ મિનિટ ઢાંકી રહેવા દયો.
- 6
લોટ મસળી લુવા કરી પરોઠા ની જેમ વાળી લ્યો.વચ્ચે થી કાપી કોર ઉપર પાણી લગાવી સમોસા ની જેમ વાળી વચ્ચે મટર નું સ્ટફિંગ ભરી વાળી લ્યો.
- 7
- 8
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સમોસા તળવા નાખો. બંને બાજુ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો.
- 9
તૈયાર છે મટર સમોસા.
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ