ધારી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદામાં ઘી નું મુઠ્ઠી પડતું મોણ આપી લોટ બાંધી પાતળી પૂરી જેવી વણી લો
- 2
પછી માવા ને ધીમા તાપે શેકી ઘી છુટ્ટું પડે પછી બદામ પિસ્તા ઇલાયચી જાયફળ જાવંત્રી નાખી ૧ મિનીટ થવા દો પૂરણ ઠંડું પડે પછી તેમાં ખાંડ એડ કરવી
- 3
પછી મેંદા ની પૂરી વણી તેમાં પૂરણ ભરી પેટીસ જેવો શેપ આપી સામસામે ના પડ ને પાણી થી ચોંટાડી દો આવી રીતે બધી પૂરી વણી લો
- 4
પછી ગેસ પર ધીમા તાપે ઘી મૂકી તળી લો પછી જયારે ઠંડી પડે ત્યારે બંને ઘી મિક્ષ કરી તેમાં બોળી દો પછી ઉપર બૂરું ખાંડ નાખી દો આવી રીતે ઘી ને બૂરું ખાંડ માં ૨ થી ૩ વાર બોળી ને કાઢી લો
- 5
તો તૈયાર છે સ્વાદિષ્ટ ધારી પેલી વખત બનાવી છે પણ અસલ બાર જેવી સ્વાદિષ્ટ બની છે (તમારે પડ જાડું કરવું હોય તો ધારી ને થોડીક વાર ફ્રીઝ માં મૂકી ફરી ઘી માં બોળી ને તળી લેવી)
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16039893




ટિપ્પણીઓ (2)