સાબુદાણા કોકોનટ લાડ્ડુ (Sabudana Coconut Laddu Recipe in Gujarati)

#HR
હોળીમાં આખો દિવસ ઉપવાસ હોય છે આપણે હોળી માતાના દર્શન કરી અને પછી જમતા હોઈએ છીએ તો મેં ઉપવાસ માટે એક નવી રેસિપી બનાવી સાબુદાણા અને કોકોનટ ના લાડુ જે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે

રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણામાં સાબુદાણા ડૂબે એટલું પાણી નાંખી પાંચથી છ કલાક માટે પલાળીને રાખી દો ત્યારબાદ એક પેનમાં ઘી લઈ ગરમ થાય એટલે તેમાં કાજુ બદામ અને પીસ્તા ની કતરણ નાખો
- 2
હવે તેમાં સાબુ દાણા નાખો અને હલાવી અને ખાંડ ઉમેરો અને બરાબર હલાવો
- 3
ગરમ પાણીમાં પલાળી કેસર ઉમેરો અને 7/8 મીનીટ બરાબર હલાવો ઘટ્ટ થઇ જાય એટલે તેમાં કોકોનટ નુ છીણ અને કિસમિસ ઉમેરો અને ઈલાયચી પાઉડર ઉમેરો
- 4
હવે થોડું ઠંડું પડવા દો અને પછી તેના લાડુ વાળી લો અને પિસ્તા અને રોઝ પેટલ્સ થી ગાર્નીશ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)