પીઝાનીયા (Pizzania Recipe In Gujarati)

પીઝા ના બેઝ વધારે થઈ જાય તો....વેસ્ટ માંથી બેસ્ટ
પીઝાનીયા (Pizzania Recipe In Gujarati)
પીઝા ના બેઝ વધારે થઈ જાય તો....વેસ્ટ માંથી બેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વ્હાઈટ સોસ બનાવવો. ૨ ચમચા બટર માં ૧ ચમચી મેંદો નાખી થોડુક સેકાય એટલે ૧ કપ દૂધ નાખી હલાવતા રહેવું,ઘટ્ટ થાય ત્યારે તેમાં ધાણા,બ્લેક પેપર,૧ ચમચી ઓરેગાનો નાખી તૈયાર કરવો.
- 2
રેડ સોસ બનાવો. ઉપર આપેલા રેડ સોસ ના બધા ઘટકો ને મિક્સર માં પીસી ૧ ચમચી બટર માં બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી પકવવું.થઈ જાય એટલે મિક્સ વેજિટેબલ નાખવા. ઉપર થી ચમચી ઓરેગાનો નાખવો.
- 3
હવે પીઝા ના બેઝ ને થોડું બટર લગાવી થોડા ગુલાબી સેકી લેવા
- 4
જો માઈક્રોવેવ માં સેટ કરવું હોય તો. કાચ નો મોટો બાઉલ લઈ.સૌ પ્રથમ વ્હાઈટ સોસ ચોપડવો અને એક બેઝ મૂકવો
- 5
હવે બેઝ ની ઉપર વ્હાઈટ સોસ પાથરી બંને ચીઝ પાથરવી.
- 6
ફરી ઉપર બેઝ મૂકી મિક્સ વેજિટેબલ વાળો રેડ સોસ પાથરવો અને ઉપર બંને ચીઝ પાથરવી
- 7
ફરી આ પ્રમાણે લેયર્સ કરવાના. છેલ્લે વ્હાઈટ સોસ પાથરી ઉપર ચીઝ પાથરવી.
- 8
હવે માઈક્રોવેવ માં ૩ મિનિટ માટે રાખો.ચીઝ મેલ્ટ થાય એટલે કાઢી લેવું.પીરસતી વખતે ફરી ૨ મિનિટ ગરમ કરી પીરસવું.
- 9
ખુબજ સ્વાદિષ્ટ અને ઝટપટ તૈયાર થઈ જાય છે.
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (3)