રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સફેદ વટાણા ને બરાબર ધોઈ ને ૪ થી ૫ કલાક માટે પલાળી લો. હવે તેમાં ચપટી હળદર અને બેકિંગ સોડા નાખી ૫ થી ૬ સીટી વગાડી બાફી લો અને બટાકા ને પણ બાફી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ હિંગનો વઘાર કરી, આદુ મરચાની પેસ્ટ સાંતળો. હવે તેમાં બાફેલા વટાણા ઉમેરી દો.
- 3
હવે તેમાં થોડું પાણી તથા હળદર,લાલ મરચું પાઉડર, મીઠું, ચાટ મસાલો, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં બાફેલુ બટાકુ છીણીને ઉમેરી મિક્સ કરો જેથી રસો ઘટ્ટ થશે.હવે તેમાં ગોળ ઉમેરી તેને ઢાંકી પ થી ૧૦ મિનિટ માટે ઉકાળો ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ તથા સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
- 4
- 5
હવે પેટીસ માટે બાફેલા બટેટાની છાલ ઉતારી તેમાં આદુ-મરચાની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો, પલાળેલા પૌવા તથા સમારેલ કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો અને માવો બનાવી લો.
- 6
હવે તેમાંથી એકસરખા ગોળા વાળી હાથમાં તેલ લગાવી પેટીસ નો શેપ આપી દો ત્યાર બાદ એક પેનમાં તેલ લઈ પેટીસને બંને બાજુ ગુલાબી એવી શેકી લો.
- 7
હવે સર્વ કરવા માટે એક ડીશમાં પહેલા રગડો મૂકો ત્યારબાદ તેમાં પેટીસ ગોઠવો હવે તેના ઉપર ગોળ આમલીની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સમારેલી ડુંગળી, મોળી સેવ તથા ચાટ મસાલો છાંટો અને તેને ગરમ ગરમ સર્વ કરો.
- 8
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (2)