રાજમા ચાવલ

#RB1
#WEEK1
રાજમા ચાવલ નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય એવું છે.આ ડીશ દરેક ની પ્રિય ડીશ માંથી એક હશે જ... અમારા ઘર માં પણ દરેક ને આ પસંદ છે... પણ ખાસ કરી ને મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે આ રાજમા ચાવલ ...અમારા ઘર માં વીક માં એક વાર તો આ ડીશ અચૂક બને જ.. તો આજ હું મારા પતિદેવ ની પસંદ ની વાનગી તમારી સાથે શેર કરું છું....🤗🤗🤗🤗

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમા ને થોડું મીઠું નાખી ને બાફી લેવા... અને ઠંડા પાડવા દેવા.
- 2
ત્યાર બાદ એક કડાઈ માં 3 ચમચી ઘી લઈ ને તેમાં લસણ, આદુ મરચા ની પેસ્ટ,, હિંગ, ડુંગળી બધું નાખી ને સરખું સાંતળી લેવું.
- 3
ત્યારબાદ તેમાં ટામેટા નાખી ને સરખું મિક્સ કરવું.. અને ઉપર થી બધા મસાલા જેવા કે હળદર, લાલ મરચું,ગરમ મસાલો,લીંબુ નો રસ,મીઠું, ધાણાજીરૂ બધું નાખી ને સરખું મિક્સ કરવું
- 4
હવે તેમાં 2 ગ્લાસ પાણી નાખી ને 15 મિનિટ માટે ઢાંકી દેવું.. જેથી ટામેટા એકદમ એકરસ થઈ જાય.
- 5
ત્યાર બાદ તેમાં બાફેલા રાજમા નાખી દેવા. અને ખૂબ ઉકળવા દેવી.. તેમાં ઉપર થી 1 ચમચી બટર નાખવું અને કોથમીર ભભરાવી દેવી.
- 6
ત્યાર બાદ એક વાસણ માં પાણી લઈ ને તેમાં 1 ચમચી ઘી અને મીઠું નાખી ને એ પાણી ને ખૂબ ઉકળવા દેવું.. અને ત્યારબાદ તેમાં ચોખા નાખી દેવા.. ચોખા ને ઉકળવા દેવા...
- 7
દાણો પકી જાય એટલે તેનું પાણી નિતારી ને એક મોટી થાળી માં પાથરી દેવા જેથી વરાળ બધી નીકળી જાય અને દાણો છૂટો પડી જાય
- 8
હવે એક કડાઈમાં 2 ચમચી ઘી અને જીરું નાખી ને તેમાં આ ચોખા નાખી ને સરખા મિક્સ કરી લેવા... સ્વાદ મુજબ મીઠું નાખી દેવું. અને ઉપર થી કોથમીર ભભરાવી દેવી...
- 9
ત્યાર બાદ એક બાઉલ માં રાજમા પીરસવા અને બાજુ માં ચાવલ પીરસવા.. અને તેને દહીં, ડુંગળી, લીંબુ વગેરે સાથે ખાવાનો ખૂબ જ આનંદ માણવો....🤗🤗🤗🤗
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (12)