રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છડીયા દાળ ને 1કલાક પલાળો
- 2
મેંદા ના લોટ મા મીઠું. અજમો. ઘી નાંખી ને મિક્સ કરી લો પછી થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લો.
- 3
પછી લોટ પર ભીનુ કપડું ઠાકી દો.30મીનીટ માટે રેસ્ટ આપો.
- 4
હવે પલાળેલી દાળ ને ધોઇ ને મિક્ષર માં ક્રશ કરો અધકચરી ક્રશ કરો
- 5
કળાઇ માં તેલ ગરમ કરી તેમાં જીરું એડ કરવુ. પછી વરીયાળી ને આખા ધાણા એડ કરો ગેસ ધીમું રાખવું. પછી ચણા નો લોટ નાખી ને શેકી લો. હલાવતા રહો.
- 6
હળદર. મરચું. ધાણા જીરું પાઉડર. મીઠું. ગરમ મસાલો. સંચળ. કસુરી મેથી નાંખી ને મિક્સ કરો પછી ક્રશ કરેલી દાળ પણ એડ કરો. આમચૂર પાઉડર પણ ઉમેરી લો.હીંગ ને 1ચમચી પાણી નાખી ને મિક્સ કરી ને એડ કરો કચોરી નો ડ્રાય માવો તૈયાર છે
- 7
મેંદા ના લોટ ને સારી રીતે મસળી લેવું.મેંદા ના લોટ ની પૂરી વણી ને 1 ચમચી માવો મુકી ને કચોરી તૈયાર કરી લો. કચોરી પર ભીનું કપડું ઢાંકી દેવું જેથી કચોરી વધારે ક્રીસ્પી બનશે
- 8
મિડીયમ ગરમ તેલ માં તળવું. કચોરી પહેલા તેલ માં નીચે રહેશે ધીમે ધીમે તળાઇ ને ઉપર આવે એ રીતે તળવી તો ખસ્તા બનશે. મીઠી ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ખસ્તા કચોરી.
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (4)