વરિયાળી ફુદીના શરબત (Fennel pudina sharbat recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#SM
#cookpadgujarati
#cookpadindia
#cookpad
વરિયાળી નું શરબત ગરમીની સીઝનમાં આપણા શરીરને સારી એવી ઠંડક અને તાજગી દેનારૂ બની રહે છે. તેના સ્વાદમાં થોડો વધારો કરવા માટે મેં આ શરબતમાં વરિયાળીની સાથે ફુદીના અને તકમરીયા પણ ઉમેર્યા છે. આ વરિયાળી ફુદીનાનું ઠંડું શરબત ગરમીની સિઝનમાં પીવાની ખુબ મજા આવે છે.

વરિયાળી ફુદીના શરબત (Fennel pudina sharbat recipe in Gujarati)

#SM
#cookpadgujarati
#cookpadindia
#cookpad
વરિયાળી નું શરબત ગરમીની સીઝનમાં આપણા શરીરને સારી એવી ઠંડક અને તાજગી દેનારૂ બની રહે છે. તેના સ્વાદમાં થોડો વધારો કરવા માટે મેં આ શરબતમાં વરિયાળીની સાથે ફુદીના અને તકમરીયા પણ ઉમેર્યા છે. આ વરિયાળી ફુદીનાનું ઠંડું શરબત ગરમીની સિઝનમાં પીવાની ખુબ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
4 ગ્લાસ માટે
  1. 1/2 કપવરિયાળી
  2. 4ઇલાયચી
  3. 2 Tbspતકમરીયા
  4. 1 કપસાકર
  5. 1/4 કપપુદીના પાન
  6. 1 Tspસંચળ
  7. 1/2 Tspમરી પાવડર
  8. 1/2 Tspશેકેલ જીરુ પાવડર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1 Tbspલીંબુનો રસ
  11. આઇસ ક્યુબ
  12. ડેકોરેટ કરવા લીંબુ ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    વરિયાળી અને ઈલાયચીને પાણીથી ધોઈને બે થી ત્રણ કલાક માટે પલાળીને રાખવાના છે.

  2. 2

    તકમરીયાને પણ પાણીથી ધોઈને બે થી ત્રણ કલાક માટે પાણીમાં પલાળી રાખવાના છે જેથી તે સરસ રીતે ફુલી જાય.

  3. 3

    પલાળેલી વરિયાળી અને ઈલાયચીને પાણીમાંથી કાઢીને મિક્સરની જારમાં સરસ રીતે પીસી લેવાની છે.

  4. 4

    હવે તેમાં ફુદીનાના પાન, સ્વાદ અનુસાર મીઠું, સંચળ, મરી પાવડર અને શેકેલ જીરાનો પાઉડર ઉમેરવાનો છે.

  5. 5

    થોડું પાણી ઉમેરી ફરીથી બધું ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને તેને ગરણી વડે ગાળી લેવાનું છે.

  6. 6

    લીંબુનો રસ અને સાકર ઉમેરી બ્લેન્ડર વડે બધું મિક્સ કરી લેવાનું છે.

  7. 7

    હવે તેમાં આઇસ ક્યુબ અને પાણી ઉમેરી શરબત તૈયાર કરવાનું છે.

  8. 8

    સર્વ કરતી વખતે ગ્લાસમાં પહેલા થોડા પલાળીને તૈયાર કરેલા તકમરીયા તેના પર સમારેલા પુદીનાના પાન અને તેના પર તૈયાર કરેલું સરબત ઉમેરી સર્વ કરી શકાય.

  9. 9

    લીંબુની સ્લાઈસથી ગ્લાસને ડેકોરેટ કરી અને થોડા બરફના ટુકડા ફરી ઉમેરી આ ઠંડુ શરબત સર્વ કરી શકાય.

  10. 10
  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes