દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)

દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ની દાળ ને ૪ થી ૫ કલાક માટે પલાળી રાખો
- 2
હવે મિક્સર જાળ લઈ લૉ,તેમા મોટા સમારેલા કાંદા અને ટામેટા એડ કરી મિક્સર જાળ માં પીસી કાંદા ટામેટા ની પેસ્ટ તૈયાર કરવી, ત્યાર બાદ લસણની પેસ્ટ તૈયાર કરવી
- 3
૪ થી ૫ કલાક બાદ ચણા દાળ ને સારા પાણી થી ધૉઈ લો, ત્યાર બાદ સમારેલી દૂધી ને પણ ધોઈ લો,ચણા ની દાળ અને દૂધી ને ધોઈ પછી એક કૂકર લઈ તેમા બાફવા મૂકી ૧થી ૨ વિસલ વગાડી બાફી લો
- 4
હવે એક પૅન લઈ તેમા થોડુ તેલ એડ કરી ગરમ થવા દો, તેલ ગરમ થઇ જાય એટલે તેમા જીરું, કઢી લીમડો, વઘારિયા મરચા, અને તમાલપત્ર નો વઘાર કરવો, ત્યાર બાદ તેમા કાંદા, ટામેટા અને લસણની પેસ્ટ એડ કરી બરાબર મિક્સ કરી ચળવા દો
- 5
કાંદા ટામેટા બરાબર ચળી જાય એટલે તેમા હળદર લાલ મરચું, ધાણા પાઉડર, ગરમ મસાલો, એડ કરી બરાબર મિક્સ કરી લેવુ,
- 6
બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમા બાફેલી ચણા ની દાળ અને દૂધી એડ કરવા, ત્યાર બાદ તેમા ૧ ગ્લાસ પાણી, ચપટી ખાંડ, અને સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી ૨ થી ૩ મિનિટ સુધી થવા દૅવુ, દૂધી ચણા ન શાક થઈ જાય એટલે ગેસ બંધ કરી દો
- 7
હવે એક બાઉલ લઈ તેમા દૂધી ચણા નું શાક કાઢી કોથમીર થી સજાવી દો
- 8
તો સવ કરવા માટે તૈયાર છે દૂધી ચણા નું શાક
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (2)