કેરીનુ રાઇ વાળુ અથાણું

Gauri Sathe @gauri
કેરીનુ રાઇ વાળુ અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઇ,લુછીને નાના ટુકડા મા સમારી લો. આ કટકાને કોરા કપડા થી લુછીને અથાણાનો સંભાર તૈયાર થાય ત્યા સુધી પંખા નીચે સુકાવા દો.હવે કઢાઇ કે મોટા તપેલામા તેલ ગરમ કરો.2-4 રાઇના દાણા નાખી તતડે એટલે ગેસ બંધ કરી દો.
- 2
હવે વાસણ નીચે ઉતારી લઈ હિંગ, હળદર નાખી રાઇના કુરીયા અને મીઠું નાખો.હલાવતા રહો, તેલ ઠંડું થવા આવે એટલે ગોળ નાખો(ખાટુ જ રાખવાનુ છે એટલે ગોળ થોડો ક જ લેવાનો છે) છેલ્લે મરચુ પાઉડર નાખો.દસ મીનીટ ઢાંકી દો.
- 3
હવે આ સંભાર મા કેરીના કટકા નાખી દો.અને હલાવી દો.અને ઠંડુ થાય ત્યાસુધી ખુલ્લુ જ રહેવા દો. 4-5 કલાક પછી ઉપયોગ મા લેવાથી એકદમ ટેસ્ટી લાગશે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16251237



ટિપ્પણીઓ