તકકુ મહારાષ્ટ્રીયન રેસીપી (Takku Maharashtrian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ લો.તેલ ગરમ થાય એટલે પછી તેમાં હિંગ, રાઈ, જીરૂ નાંખી દો પછી તેમાં ડુંગળી નાખો.
- 2
ડુંગળી સંતળાઈ પછી તેમાં શીંગદાણા નો ભૂકો નાખો. શીંગદાણા સેકાય ત્યાં સુધી હલાવવાનું છે. પછી તમામ મરચું હળદર અને કાચી કેરીનું છીણ નાખવાનું છે. બધુ બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી લેવો.
- 3
હવે એક બાઉલમાં બાફેલા બટાકા ના ટુકડા લો હવે તેમા રેડી કરેલો મસાલો નાખીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે કાટા ચમચીથી આપણે મિક્સ કરવાનું છે. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર એડ કરીને રેડી કરો.
- 4
હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16298453
















ટિપ્પણીઓ (3)