છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રેવીની સામગ્રી તૈયાર કરો.ડુંગળી ટામેટા અને લસણ બધું મોટા પીસમાં સમારી લો.એક કડાઈમાં2 ચમચી તેલ ગરમ મૂકી ગ્રેવીની સામગ્રી સાંતળો...સંતળાઈ જાય અને ઠંડુ થાય એટલે એક મિક્સર જારમાં લઈ પીસી લો.
- 2
હવે મેંદો એક મોટા વાસણમાં લો.તેમા મોણઉમેરી હાથેથી મિક્સ કરો. મીઠું નાખી જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈ પરાઠા જેવો લોટ બાંધો.થોડી વાર રાખી રેસ્ટ આપો.
- 3
એક કડાઈમાં તેલ મૂકી જીરું અને ગ્રેવીને ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- 4
સંતળાય જાય એટલે તેમાં બોઈલ કાબુલી ચણા તેમજ બધા મસાલા ઉમેરી ને પાંચ સાત મિનિટ સ્લો ફ્લેમ પર ઉકાળીને ગેસ બંધ કરો.
- 5
પછી તેમા કસુરી મેથી નાખી મિક્સ કરી લો.(કસુરી મેથી નાખવાથી તેનો ટેસ્ટ બહુજ સરસ આવે છે)
- 6
હવે ભટુરે ના લોટને તેલ વાળો હાથ કરી મસળી મધ્યમ સાઈઝના લુવા પાડી લો..એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો...ગરમ થાય એટલે હળવા હાથે ભટુરે વણી ને ફુલે એ રીતે તળી લો ઝારા થી સહેજ દબાવી ને પલટી લો એટલે દડા જેવા ફુલશે.
- 7
છોલે ચણા ને બાઉલ મા લઈ ડુંગળી ની સ્લાઈસ અને કોથમીર થી ગાનિૅશ કરી તેને ભટુરે સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (2)