રાંધવાની સૂચનાઓ
- 1
મગને સારી રીતે ધોઈ બાઉલમાં છ કલાક પાણી સાથે પલાળી દો. ત્યારબાદ મગ માંથી પાણી નિતારી ફણગાવવા માટે કપડાં માં બાંધી ને આઠ કલાક રાખી દો. ત્યારબાદ ફણગાવેલા મગને મિક્સરમાં અધકચરા પીસી લો.
- 2
હવે કથરોટમાં ક્રશ કરેલા ફણગાવેલા મગ, ચણાનો લોટ, સોજી, આદુ મરચા પેસ્ટ, મીઠું, મરી પાઉડર, સેકેલ જીરૂં પાઉડર લીંબુનો રસ નાખી મિક્સ કરી લો.આ બેટરને 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો. ત્યારબાદ તેમાંથી ગોળ નાના ચીલા બનાવો.
- 3
હવે ગેસ ઉપર લોઢીમાં બટર લગાવી મગ ચીલાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો. તૈયાર છે હેલ્ધી મગ ચીલા...ગ્રીન ચટણી સાથે સર્વ કરવા માટે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16427002





ટિપ્પણીઓ (8)