બોમ્બે કરાચી હલવો

બોમ્બે કરાચી હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં તપખીર નો લોટ લઇ એમાં 2 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો(પેલા એક કપ પાણી ઉમેરો અને મિક્સ કરો પછી બીજો કપ પાણી ઉમેરી મિક્સ કરો)હવે એક કડાઈ માં 2 કપ ખાંડ નાખો અને તેમાં એક કપ પાણી નાખી અને હલાવો
- 2
ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો હવે તેમા 1/2 ચમચી લીંબુ રસ ઉમેરી દો.અને તપખીર -પાણી નું મિશ્રણ હલાવી અને ઉમેરી દો
- 3
સતત હલવો જેથી ગાંઠ ના પડે. હવે થોડું ઘટ્ટ થાય એટલે 2 ચમચી ઘી ઉમેરી બરાબર મિક્ષ કરી 2- 3 મિનિટ પછી ફરી 2 ચમચી ઘી ઉમેરો અને હલાવો. હવે 1- 2 મિનિટ પછી પાછુ 2 ચમચી ઘી ઉમેરો સાથે મગજતરી ના બી, કાજુ ના ટુકડા, ઇલાયચી પાઉડર અને ગ્રીન ફૂડ કલર ઉમેરો.હવે છેલ્લી વખત 1 ચમચી ઘી ઉમેરી અને એકદમ હલાવી લો.હલવો કડાઈ ની સપાટી છોડે એટલે ગેસ બંધ કરી ઘી લગાવેલ મોલ્ડ કે થાળી માં પાથરી ઉપર ડ્રાયફ્રુટ નાખી 30 મિનિટ માટે ઠંડુ થવા દો. ફ્રિજ માં મુકવાનો નથી.રૂમ ટેમ્પરેચર પર આવે એટલે કાપા કરી લો.
- 4
ફ્રિજ માં અઠવાડિયા સુધી બગડતો નથી
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (5)