ત્રિરંગી પાપડી (Trirangi Papadi Recipe In Gujarati)

#TR
ચોખા ના લોટ માંથી મે પણ ત્રિરંગી પાપડી બનાવી
ત્રિરંગી પાપડી (Trirangi Papadi Recipe In Gujarati)
#TR
ચોખા ના લોટ માંથી મે પણ ત્રિરંગી પાપડી બનાવી
રાંધવાની સૂચનાઓ
- 1
ધાતુના તપેલા માં પાણી ઉમેરી ફાસ્ટ ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. ઉપર ઢાંકણું ઢાંકી ને રાખવું.
- 2
પાણી ગરમ થાય એટલે ઢાંકણું હટાવી પાણી માં મરચા ની પેસ્ટ,જીરૂ,સ્વાદ અનુસાર મીઠું અને ખારો નાખી બરાબર હલાવી ઢાંકણું ઢાંકી ઉકળવા રાખવું.
- 3
બરાબર ઉકળે એટલે થોડો થોડો ચોખા નો લોટ ઉમેરતા જવું અને લાકડાના વેલન થી હલાવતા રહેવું.ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવું.
- 4
બરાબર લોટ લિસો કરવો.લોટ સીજાય જાય એવું લાગે એટલે હાથ માં તેલ લગાડી બરાબર લિસ્સો થાય એમ મસળતા રહેવું.
- 5
લીસ્સો મસડાઈ જાય એટલે ત્રણ ભાગ કરવા.એક ભાગ માં લીલો કલર,બીજા ભાગ માં કેસરી કલર અને એક ભાગ કલર વગર નો સફેદ રાખવો.દરેક કલરના મોટા ગોયના (લુવા)કરવા.
- 6
લૂઆ ને વણી લાંબી પટ્ટી કાપી કપડાં ઉપર સૂકવવા મૂકવી.સુકાય એટલે બરની માં ભરી લેવી.
- 7
રોઝ જેવું બનવા માટે.પટ્ટીને ગરમ તેલ માં તળો ત્યારે ચિપ્યાં થી ધીરે ધીરે વાળતું રહેવું.જેટલું ગોળ જોઈએ તેટલું વળવું
- 8
લાંબી પટ્ટી રાખવાથી પણ સુંદર લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ