રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં આપણે પૂરી લોટ બાંધી લો.એક બાઉલ મા લોટ, મીઠું અને તેલ નાખી પાણી થી લોટ બાંધી ૧૦મિનિટ રેસ્ટ આપી એકસરખા લૂવા બનાવી પૂરી વડી ગરમ ઓઇલ મા તળી લો
- 2
ચટણી માટે મિક્સરમાં બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં વાટી લો
- 3
ગુલાબજાંબુ માટે મિલ્ક ઉમેરીને લોટ મિક્સ કરી ડો બનાવી લો તેના એકસરખા નાના રોલ બનાવી લો. એક પેનમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીને 5 મિનિટ ફાસ્ટ ગેસ પર ખાંડ ઓગાળી તેમાં ઇલાયચી અને કેસર નાખી ૪ થી ૫ drop લીંબુનો રસ નાખી લો. હવે ઘી કે ઓઇલ મા બધાં રોલ તળી ચાસણી મા ડુબાડી લો. 30 મિનિટ પછી ફ્રીઝ મા ઠંડા કરવા મૂકી દેવા
- 4
હાંડવો માટે સૌ પહેલાં લોટ મા દહીં નાખી પાણી ઉમેરીને આથો આવવા મૂકી દો 8 કલાક.ત્યારબાદ તેમાં આદુ મરચા લસણની પેસ્ટ, મીઠું, મસાલા, ખાંડ, ગરમ મસાલો, શીંગદાણા નાખી ૪ચમચી ઓઇલ નાખી મિક્સ કરી લેવું. પછી સોડા નાખી બીટ કરી હાંડવા કૂકર મા ઓઇલ લગાવીને પાથરી દો અને ઉપર તલ પાથરી, શીંગદાણા પાથરી રાઈ નો વઘાર નાખી લાલમરચું નાખી ઢાંકી 45 મિનિટ પછી તવેથા થી ચેક કરી લો ૧૦મિનિટ stand time આપી દો પછી સર્વ કરો
- 5
ફણગાવેલા મગ માટે મગ પાણીમાં 5 કલાક પલાળી પછી પાણી નીતારી એક કપડાં મા ૬થી 8 કલાક પોટલી બનાવી દો જેથી sprouts રેડી. હવે આપણે તેને કૂકર મા કોરા ઢાંકી 2 વ્હીસલ વગાડવી જેથી સોફ્ટ રહે આમ કરવાથી કૂક થયા બાદ સોફ્ટ રહે છે. હવે આપણે એક પેનમાં ઓઇલ મૂકી તેમાં રાઈ અને હિંગ જીરું નાખી બધાં મસાલો અને મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી 5 મિનિટ પછી ગેસ બંધ કરી લીંબુનો રસ નાખી સર્વ કરો
- 6
પાત્રા રેસીપી આપેલ છે
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (2)