ચટાકેદાર બાજરી ના વડા (Chatakedar Bajri Vada Recipe In Gujarati)

ચટાકેદાર બાજરી ના વડા (Chatakedar Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણ માં ઢોકળા નો લોટ, બાજરીનો લોટ, ચણાનો લોટ,ઘઉંનો લોટ આ બધા લોટ મિક્સ કરી તેમાં તેલનું મોણ અને બધા મસાલા નાખી દહીંથી હળવે હાથે થોડો ઢીલો લોટ બાંધવો.
- 2
કાચા લોટ ને ચાખી સકાય.કંઈ સ્વાદ માં ખૂટતું હોય તો ઉમેરી બરાબર મિક્સ કરી.૪/૫ કલાક રહેવા દો જેથી ખટાસ સરસ આવસે.
- 3
હવે બે મોટા પ્લાસ્ટિક બેગ ના ટુકડા લેવા એક ને આડની ઉપર રાખી તેલ ચોપડવું તેની ઉપર વડા ના નાના નાના લૂઆ કરી થોડા થોડા અંતરે મૂકવા.ગોયનાં ઉપર થોડા તલ રાખવા.હવે બીજો પ્લાસ્ટિક નો ટુકડા ઉપર તેલ ચોપડી તેલ વાળો ભાગ લુવા ઉપર રાખી હાથથી કે વાટકી થી દબાવી વડા બનાવવા
- 4
કડાઈ મા તેલ ને ગરમ કરવા મૂકવું.તેલ ગરમ થાય એટલે મીડીયમ ગેસ ઉપર વડાને ગુલાબી તળી લેવા.
- 5
હવે સર્વ કરવા પ્લેટ માં કાઢી ત્યારે અથાણા નો કાચો મસાલો ઉપર ભભરાવવો અને ગ્રીન ચટણી,કે સોસ કે દહીં સાથે પીરસો ને વખાણો ની મઝા માણો..
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ