સાતમ સ્પેશિયલ ડીશ

#SFR
સાતમ પર જમવા માટે વાનગી એવી બનાવવામાં આવે છે જે ૨-૩ દિવસ સુધી ખરાબ ના થાય. મેથીના થેપલા, કરેલા કે કંકોડાનું શાક, બટાકાનું શાક, વડા, વગેરે.
સાતમ સ્પેશિયલ ડીશ
#SFR
સાતમ પર જમવા માટે વાનગી એવી બનાવવામાં આવે છે જે ૨-૩ દિવસ સુધી ખરાબ ના થાય. મેથીના થેપલા, કરેલા કે કંકોડાનું શાક, બટાકાનું શાક, વડા, વગેરે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ થેપલા બનાવવા માટે બધી ભાજીને બરાબર ધોઈ, પાણી નિતારી લો. એક મોટા બાઉલમાં ભાજી લઈ તેમાં લોટ અને બેસન ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં બાકીના બધા મસાલા, તેલ, લીંબુ, ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 2
- 3
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ થોડો કઠણ એવો લોટ બાંધી તેને ૧ કલાક માટે રેસ્ટ આપો.
- 4
હવે તેમાંથી નાના લુવા કરી, વણી, તેને તેલથી બંને બાજુ બરાબર શેકી લઈ, ઠંડા કરી ડબ્બામાં ભરી લો.
- 5
- 6
ચિપ્સનું શાક બનાવવા માટે બટાકાને છોલી, ધોઈ તેની લાંબી ચિપ્સ કરી લો. હવે કડાઈમાં તેલ લઈ, તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરી, ચિપ્સ ઉમેરી તેને ચડાવો.
- 7
ચિપ્સ બરાબર ચડી જાય પછી તેમાંથી વધારાનુ તેલ નિતારી, ગેસ બંધ કરી, ચિપ્સ ગરમ હોય ત્યારે જ તેમાં લાલ મરચું, મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ શાકને એકદમ ઠંડુ કરી ડબ્બામાં ભરી ફ્રિજમાં સ્ટોર કરવું.
- 8
હવે તેને સાતમના દિવસે ખાંડવી અને સુખડી સાથે સર્વ કરો.
- 9
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ