દહીં રતાળુ (Dahi Ratalu Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
શ્રીનાથદ્વારા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ
દહીં રતાળુ (Dahi Ratalu Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
શ્રીનાથદ્વારા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રતાળું ને ધોઇને છાલ કાઢી લો.અને રતાળું નાં ટુકડા માં કરી લો. રતાળુ ના ટુકડા પર સ્વાદ મુજબ મીઠું છાંટી ને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે એક બાઉલ માં દહીં લો તેને વ્હિસ્કર થી વ્હિસ્ક કરી લો. અને તેમાં સિંધવ મીઠું, દળેલી ખાંડ અને શેકેલું જીરું પાઉડર ઉમેરી ને મીક્સ કરી લો.
- 3
હવે ગેસ ચાલુ કરીને એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે બધા રતાળુ નાં ટુકડા તળી લો. તેલમાં ટુકડા નાખીને તેલ માં ફીણ આવતા બંધ થાય ત્યાં સુધી તળી લો. બધા ટુકડા તળાઈ જાય એટલે ગેસ બંધ કરી લો.
- 4
હવે ફ્રાય કરેલા રતાળુ ના ઉપર લાલ મરચું પાઉડર, શેકેલું જીરૂ પાઉડર અને ભાવે તો ચાટ મસાલો નાખી ને એક વાર બધું મિક્સ કરી લો. પછી દહીં નાખી અને ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (10)