મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

મેથીના ગોટા ગુજરાતી લોકોનું ખૂબ જ પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આપણને દરેકને ગરમા ગરમ મેથીના ગોટા ડુંગળી, તળેલા લીલા મરચા અને ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે.
આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જતી મેથીના ગોટા ની રેસીપી છે. જો તમે ઘરે મેથીના ગોટા ના બનાવતા હો અથવા તો ઘરે બહારના જેવા મેથીના ગોટા ના બનતા હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
મેથીના ગોટા ગુજરાતી લોકોનું ખૂબ જ પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આપણને દરેકને ગરમા ગરમ મેથીના ગોટા ડુંગળી, તળેલા લીલા મરચા અને ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે.
આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જતી મેથીના ગોટા ની રેસીપી છે. જો તમે ઘરે મેથીના ગોટા ના બનાવતા હો અથવા તો ઘરે બહારના જેવા મેથીના ગોટા ના બનતા હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીના પાનને એક વાસણમાં લઈ એમાં લીલા મરચા, મીઠું અને દહીં ઉમેરવું. બધું બરાબર હલાવી લેવું. હવે તેમાં બેસન ઉમેરીને બરાબર હલાવી લેવું. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને થોડું ઢીલું ખીરું બનાવી લેવું. મેથીના પાન ભીના હોવાથી મેં અહીંયા ચાર ટેબલસ્પૂન પાણી ઉમેર્યું છે. જો મેથીના પાન કોરા હોય તો થોડું વધારે પાણી ઉમેરવું પડે. હવે તેમાં બેકિંગ સોડા ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 2
એક કડાઈમાં મીડીયમ તાપ પર તેલ ગરમ કરવા મૂકવું. જ્યારે તેલ ગરમ થાય ત્યારે ગરમ તેલને ગોટા ના ખીરામાં ઉમેરીને બરાબર હલાવી લેવું. હવે ગરમ તેલમાં હાથની મદદથી અથવા તો ચમચીથી ગોટા મુકવા. ગોટા ને મીડિયમ તાપ પર જ તળવા. વચ્ચે વચ્ચે પલટાવતા રહેવું. ગોટાને બ્રાઉન રંગના થવા દેવા નહીં.
- 3
આ રીતે બધા મેથીના ગોટા તૈયાર કરી લેવા.
- 4
ગરમા ગરમ મેથીના ગોટા ને ડુંગળી, તળેલા લીલા મરચાં સાથે પીરસવા.
Similar Recipes
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને થોડા દિવસ થાય એટલે મેથીના ગોટા તો યાદ આવે જ. એમાં પણ હોમમેડ ગોટા હોય ત્યારે તો પૂછવાનું જ શું? મેથી ની ભાજી તથા સૂકા ધાણા આ ગોટા માં હોવાથી આ બંને આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
#MW3#મેથીપાલકગોટા#ભજીયા#ગોટા#મેથી#પાલક#cookpadinda#cookpadgujarati#gotaજયારે વરસાદ પડે કે શિયાળો હોઈ ત્યારે આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન અવશ્ય થાય છે. અને શિયાળા માં જયારે લીલી છમ મેથી અને પાલક મળતી હોઈ તો તેના ગોટા બનાવી ને ખાવાનું તો અચૂક મન થાય. એટલે જ ગોટા અને બીજા ઘણા પ્રકાર ના ભજીયા આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે ગોટા ને લોકો બેસન ની ચટણી સાથે ખાતા હોય છે. શિયાળો આવી ગયો છે તો ચાલો બનાવીયે અને માણીયે મેથી પાલક ના ગરમા ગરમ ગોટા અને સાથે તળેલા મરચાં અને બેસન ની ચટણી. અને સાથે જો કટિંગ ચા હોય તો ? મોઢા માં પાણી આવી ગયું ને ! તો વાર કોની જુવો છો, આજે જ બનાવો અને માણો મેથી પાલક ના ગોટા !!! Vaibhavi Boghawala -
મેથી ના ગોટા
#ટ્રેડિશનલમેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે જેમાં લીલી મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીના ગોટા માં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારનીચટણી ખવાતી હોય છેઘરે મેહમાન આવાના હોય અથવા પ્રસંગ હોય તો આ ફરસાણ જરૂર થી બનાવવા માં આવે છે Kalpana Parmar -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ માં તમે જો ગોટા નહીં ખાધા તો કંઈક ગુમાવ્યું હોય એવું લાગે. સાંજ નો સમય હોય અને ધોધમાર વરસાદ પડતો હોય અને એવા વાતાવરણમાં ગરમ ચા અને સાથે મેથીના ગોટા મળી જાય તો તમારો દિવસ સુધરી જાય. ખરું ને??#સુપરશેફ૩#week3 Charmi Shah -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
મે સાંજે લીલા મરચાં ને મેથી ના ગોટા ને ચટણી બનાવી છે દીસાબેન Kapila Prajapati -
મેથીના ગોટા(Methi Gota Recipe in Gujarati)
#MW3શિયાળા ની ઠંડી માં મેથીના ગોટા ...... તો ચાલો ગોટા ની મજા માણીયે.... Rinku Rathod -
-
મેથી ના ગોટા (methi na gota recipe in gujarati)
#MAમેથીના ગોટા મારા મમ્મીના હાથે ખુબ જ સરસ બને છે અને મારા પણ ફેવરિટ છે. Sapana Kanani -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
બહુ જ સોફ્ટ અને less ingridents થી બનાવેલા આ ગોટા વડીલો પણ ખાઈ શકે એટલા પોચા થયા છે.. Sangita Vyas -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી નો ભરપુર ઉપયોગ કરી પોતાના શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી શરીર માંથી વાત ને દૂર કરે છે..અને આ રેસિપી થી ગોટા બનાવી લો તો.. ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે.. Sunita Vaghela -
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
#GA4#Week 19ડાકોર ના ગોટા ની જેમ આ ઘર ના ગોટા તમને ઘરે બેઠા ડાકોર નીં યાદ અપાવી દેશે. એકવાર ચોક્કસપણે બનાવો. Foram Trivedi -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
# સીઝનલ#વિન્ટર ડિમાન્ડ,મેથી ના સ્પેશીયલ ગોટા Saroj Shah -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati -
મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BR# મેથીની ભાજીના ગોટાઅત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે. Jyoti Shah -
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
મેથી ની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe in Gujarati)
#CT#holispecialઆજે હોળી નિમિત્તે આ મેથી ની ભાજી ના ગોટા બનાવ્યા છે. જે શ્રીખંડ સાથે સર્વ કર્યા છે.આ મેથી ની ભાજી ના ગોટા સુરત જિલ્લા ના પલસાણા તાલુકા માં ખૂબ જ વખણાય છે. પલસાણા એટલે મારું ગ્રામ. આજુબાજુ ના ગ્રામ તથા શહેર ના લોકો સ્પેશિઅલ આ ગોટા ખાવા માટે અહીં આવે છે. જે આજે મેં ઘરે પણ બનાવ્યા છે. ખૂબ જ સરળ રેસિપી છે. અને ખૂબ જ ઓછી સામગ્રી થી બની જાય છે.આ ગોટા ખજૂર આંબલી ની ખાટી મીઠી ચટણી, ડુંગળી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ સર્વ કરવા માં આવે છે.ૌ Sachi Sanket Naik -
મેથીના ગોટા (Methi Na Gota Recipe In Gujarati)
#વરસાદવરસાદ પડતો હોય અને મેથીના ગોટા ના હોય તેવું તો બને જ નહીં ચાલો આજે આપણે મેથીના ગોટા બનાવીએ Manisha Hathi -
મેથી ના ગોટા (Methi Na Gota Recipe In Gujarati)
#વિકમીલ૩ #તળેલું કેટલીકવાર, કડવાશ સુંદર હોય છે, અને મેથી આનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેનો હળવો કડવો સ્વાદ અને અનિવાર્ય સુગંધથી હંમેશાં આનંદ થાય છે. આ અમેઝિંગ રેસીપીમાં, જે મુંબઈના રસ્તાના ., મેથીને બેસન અને અન્ય કેટલાક યોગ્ય તત્વો સાથે સ્વાદથી ભરેલા અને સુગંધિત મેથી પકોડા બનાવવામાં આવે છે. આ જીભ-ટિકલિંગ ટ્રીટ સાંજે એક કપ ગરમ ચા સાથે જ યોગ્ય છે. Foram Vyas -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi -
અપ્પે મેથી ગોટા (Appe Methi Gota Recipe In Gujarati)
મેથી ના ગોટા અપ્પે મેકર મા બનાયા છે. સ્વાદ મા ભજિયા (ગોટા) જેવુ હોય છે પણ તેલ ઓછુ હોય છે જેથી સ્વાસ્થ ની દષ્ટિ તળેલા ગોટા ના બેસ્ટ ઓપ્સન છે. " સ્વાદ ભી અને સ્વાસ્થ ભી".... Saroj Shah -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MRCવરસાદી વાતાવરણમાં ભજિયા, ગોટા અને ચટપટું ખાવાનું બહુ ભાવે.. આજે મે મેથીનાં ગોટા બનાવ્યા એમાં પાકું કેળું નાખ્યું જેથી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
મેથી પાલક ના ગોટા (Methi Palak Gota Recipe In Gujarati)
#RC4#Greenreceipe#cookpadindiaઆ ગોટા ખૂબ જ હેલ્ધી છે અને ચોમાસામાં વરસાદમાં આ ખાવાની મજા જ કંઈક અનેરી હોય છે. Bindi Vora Majmudar -
મેથીના ગોટા અને બેસન ચટણી(Methi pakoda and besan Chutney recipe in Gujarati)
#GA4#week12#બેસન#મેથીના ગોટા અને બેસન ચટણી Arpita Kushal Thakkar -
મેથી ના ગોટા
#goldenapron3Week 6#methiઘણી ચીજોમાં સહેજ કડવો સ્વાદ પણ ખૂબ જ ભાવે છે. મેથીના ગોટાથી વધુ સારુ ઉદાહરણ બીજુ કયુ હોઈ શકે? તેમાં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તેમાં સરસ મસાલા ભળે અને તળવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, મેથીના ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય..તો ચાલો બનાવીએ મસ્ત મજા ના મેથી ના ગોટા ...... Upadhyay Kausha
More Recipes
ટિપ્પણીઓ (12)