ઝ્નોડ-એલ -સીટ - ક્રીમી ચોકલેટ હમ્મસ અને ગ્રેપ સોસ જોડે (znoud-el-sit)

#ATW2
#TheChefStory
#cookpad_gu
ઝ્નોડ એલ સીટ એ એક મીડલ ઈસ્ટર્ન ડેઝર્ટ રેસિપી છે. મુખ્યતવે રામદાન માં તે બનાવવા માં આવે છે. ટેક્સચર માં તે કેનોલી અને બકલાવા ને મળતી આવે છે. મારાં વર્ઝન માં મેં બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને ક્રીમી સ્ટફિન્ગ માટે ચોકો હમ્મસ લીધું છે. જોડે સર્વ કરવા ખાટો મીઠો ગ્રેપ સોસ બનાવ્યો છે.
ઝ્નોડ-એલ -સીટ - ક્રીમી ચોકલેટ હમ્મસ અને ગ્રેપ સોસ જોડે (znoud-el-sit)
#ATW2
#TheChefStory
#cookpad_gu
ઝ્નોડ એલ સીટ એ એક મીડલ ઈસ્ટર્ન ડેઝર્ટ રેસિપી છે. મુખ્યતવે રામદાન માં તે બનાવવા માં આવે છે. ટેક્સચર માં તે કેનોલી અને બકલાવા ને મળતી આવે છે. મારાં વર્ઝન માં મેં બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને ક્રીમી સ્ટફિન્ગ માટે ચોકો હમ્મસ લીધું છે. જોડે સર્વ કરવા ખાટો મીઠો ગ્રેપ સોસ બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જાર માં છોલે ખજૂર ન્યુટેલા મધ ચોકલેટ ઇસસેન્સ પીનત બટર ચોકલેટ સોસ અને કોપરા નું તેલ ઉમેરો
- 2
પીસી ને પેસ્ટ રેડી કરો. આ હમ્મસ ઘટ્ટ રાખવું. બનાવી ને ફ્રીઝ માં મૂકવું વાપરવાં સુધી
- 3
બ્રેડ લઇ કિનારીઓ કાપી વેલણ થી વાની ફ્લેટ કરી લેવી
- 4
આ વનેલી બ્રેડ ની 3 બાજુ એ મેંદા ની સ્લારી લગાવી લેવી. અંદર ચોકો હમ્મસ ની સિગાર બનાવી મુકવી. રોલ વાળી ફરી મેંદા ની સ્લારી લગાવી ચિપકાવી ફિક્સ કરી લેવું. આમ બધી ઝનોડ એલ સીટ બનાવી ફ્રીઝ માં 30 મિનિટ મુકવી.
- 5
1.5 કપ ખાંડ અને 1 કપ પાણી એક પેન માં લઇ ઉકાળી લેવું. એમાં લીંબુ નો રસ ઉમેરી દેવો. અને ફરી 5-6 મિનિટ ધીમા ગેસ પર ઉકાડવું. ગુલાબ જળ અને પીનેએપલ ઇસસેન્સ ઉમેરી લેવું. ગેસ પર થી ઉતારી લેવું. સિમ્પલ સીરપ તૈયાર છે.
- 6
બચેલી ખાંડ અને પાણી બીજા પેન માં લઇ લેવું. ઉકાળી ને એમાં લીંબુ નો રસ ઉમેરવો. ક્રાશ કરેલી બ્લેક ગ્રેપ્સ ઉમેરી ફરી ધીમા તપે ઉકાડવું.
- 7
હવે એમાં ચાટ મસાલો નાખી ગેસ બંધ કરી દો. ગ્રેપ સોસ તૈયાર છે.
- 8
બધી ઝનોડ એલ સીટ ને ગરમ તેલ માં તડી લેવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. પછી એના પર સિમ્પલ ખાંડ સીરપ રેડી કોર્નર પર ડ્રાય ફ્રૂટ નો પાઉડર લગાડવો. તૈયાર છે ઝનોડ એલ સીટ.
- 9
હવે સર્વિન્ગ પ્લેટ પર પર્પલ ટ્યુઈલ મુકો. એના પર રોલ્સ મુકો. ચોકો હમ્મસ નું ક્યુએનેલ મુકો. એના પર ગોલ્ડન બીડ્સ લગાવો. બ્લેક ગ્રેપ સોસ મુકો અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
- પાનના શરબત નું પ્રીમિક્સ (Pan Sarbat Primix Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર ભાખરી સેન્ડવીચ (LEFTOVER BHAKHRI SANDWICH Recipe in Gujarati)
- જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
- એગ્લેસ્સ ચોકલેટ બોરબોન મુઝ (Egg less Chocolate BornBorn Mousse Recipe In Gujarati)

















ટિપ્પણીઓ (15)