રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો જાડો અને ઝીણો લોટ ઘી અજમો અને મીઠું ઉમેરી લીટી માટે લોટ બાંધી લેવો લોટ પરોઠા જેવો લોટ બાંધવો પછી તેમાં એક ચમચી તેલ ઉમેરી લોટ ને કુણવી લેવો. અને દસ મિનિટ માટે તેની રેસ્ટ આપો.
- 2
હવે એક બાઉલમાં સતુ પાઉડર લેવો તેમાં કોથમીર, લીલુ લસણ,સમારેલું લસણ,લીલા મરચા, મીઠું,કાંદા, અથાણાનો મસાલો, આદુ અને mustard oil ઉમેરીને મિક્સ કરી લેવું. હવે તેમાં ૩ ટેબલસ્પૂન પાણી ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લેવું.
- 3
હવે ગેસ ઉપર રીંગણ, ટામેટા અને બટાકાને શેકી લેવા. રીંગણમાં કટ મૂકી તેમાં લસણ ની કળી મૂકવી. અને તેની ઉપર તેલ લગાડી પછી શેકવા.
- 4
હૂંફાળા પાણીમાં સૂકા લાલ મરચા 30 મિનિટ માટે પલાળી દો. પછી શેકેલા 2 ટામેટા ની છાલ ઉતારી મિકસર જાર માં નાખી સાથે લસણ, લાલ મરચાં અને મીઠું નાખી ચટણી બનાવી લેવી.
- 5
હવે સત્તુ સ્ટફિંગ ના નાના ગોળા બનાવી લેવા હવે લોટમાંથી એક લુઓ લેવો અને તેની હાથની મદદથી વાટકી જેવો આકાર આપો પછી તેમાં સ્ટફિંગ મૂકી કચોરીની જેમ બંધ કરી લેવું અને સહેજ દબાવી ને લીટી બનાવી લેવી.
- 6
તૈયાર લીટી ને ગેસ ઉપર ધીમા તાપે બંને બાજુ શેકી લેવી શેકાઈ ગયા પછી તેને ગરમ ઘીમાં ડુબાવી બીજા બાઉલમાં લઈ લેવી.
- 7
હવે ચોખા માટે રીંગણ ટામેટા અને બટાકાની છાલ ઉતારી પાવભાજી ના મેસર થી મેસ કરી લેવું. પછી તેમાં કોથમીર, લીલું લસણ,લીલા મરચા, આદુ,મીઠું,ચીલી ફ્લેક્સ,લીંબુ અને મસ્ટડ ઓઈલ નાખી બરોબર મિક્સ કરી લેવું.
- 8
હવે તૈયાર થઈ ગયેલા લીટી ચોખા અને ચટણીની સર્વિંગ બાઉલમાં લઈ ઘી અને કાંદા સાથે સર્વ કરવું.
- 9
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ (18)