ઘી રોસ્ટ ઢોંસા (Ghee Roast Dosa Recipe In Gujarati)

#KER
#cookpad_gujarati
#cookpadindia
ઈડલી- ઢોંસા -મેન્દુ વડા વગેરે દક્ષિણ ભારતીય ભોજન ના મુખ્ય વ્યંજન છે જે પુરા ભારત માં પ્રખ્યાત છે. આમ તો દક્ષિણ ભારત ના ઘણાં રાજ્યો છે અને દરેક રાજ્ય ના ખાનપાન ની અલગ વિશેષતા હોય છે પણ ઈડલી,ઢોંસા, વડા જેવા વ્યંજન દરેક રાજ્ય માં બને છે.
ઘી રોસ્ટ ઢોંસા એ ઘી માં બનતા ઢોંસા છે જે ખાસ કરી ને બ્રેકફાસ્ટ માં ખવાય છે. એનું નામ જ બતાવે છે કે તેને બનાવામાં ઘી નો ઉપયોગ થાય છે. આ ઢોંસા પેપર ઢોંસા જેવા પાતળા અને કડક સારા લાગે છે.તેમાં ઘી ની સોડમ તેનો સ્વાદ ઔર વધારે છે. તેને નારિયેળ ની ચટણી અને સાંભર સાથે પીરસવા માં આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ઢોંસા ની લોઢી ને બરાબર ગરમ કરો. અને તેલ લગાવી,પાણી છાંટી ને લોઢી ને કપડાં થી લૂછી લો.
- 2
પછી એક ચમચો ભરી ને ખીરું લઈ ડોસો લોઢી પર પાથરો. અને ફરતે ઘી ઉમેરો.
- 3
ત્યાર બાદ પોડી મસાલા છાંટો અને કોથમીર પણ છાંટો.
- 4
કડક થઇ જાય, થોડું ઘી ઉમેરી ને ઢોંસા ને વાળી ને લોઢી પર થી લઈ લો અને ગરમ ગરમ સાંભર, ચટણી સાથે પીરસો. મેં અહીં ચટણી સાથે પીરસ્યા છે. ચટણી, સાંભર ની રેસીપી લિંક મુકું છું.
- 5
ચટણી ની લિંક
- 6
સાંભર ની લિંક
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)