સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળ મિક્સ કરીને 2 - 3 પાણી એ ધોઈને પલાળી રાખો, બીજી સામગ્રી ભેગી કરી લો. હવે ગેસ ચાલુ કરીને એક કુકર માં તેલ ગરમ કરીને રાઇ, જીરુ, સૂકા લાલ મરચાં, તજ, લવિંગ, તમાલપત્ર નાખીને વઘાર કરો,તેમાં લીલાં મરચા સમારેલા અને શીંગદાણા ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા શાકભાજી ઉમેરી ને મિક્સ કરો.
- 2
હવે તેમાં મીઠું, હળદર અને લાલ મરચું પાઉડર, સાંભાર મસાલો પાઉડર ઉમેરીને મિક્સ કરો, ત્યારપછી તેમાં પલાળેલા દાળચોખા ઉમેરી લો.
- 3
હવે તેમાં જરૂર મુજબ 4 કપ પાણી ઉમેરી લો. થોડીવાર ધીમા તાપે કુક થવા દો. થોડીવાર કુક થાય પછી તેમાં સમારેલા ટામેટા, ખાંડ ઉમેરી લો.અને મિક્સ કરી લો.
- 4
થોડા વધારે પાણી ની જરૂર પડી એટ્લે 1 કપ ગરમ પાણી ઉમેરી લીધું અને કુકર નું ઢાંકણ બંધ કરીને 3 વ્હીસલ થવા દેવી. પછી ગેસ બંધ કરી ને ખીચડી ને સીજવવા દેવી. ત્યારપછી ખીચડી માં ઘી ઉમેરી ને બરાબર મિક્સ કરી લેવી. તૈયાર છે સ્વામિનારાયણ ખીચડી, ગરમ ગરમ ખીચડી સર્વ કરો,
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (7)