બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay @Xama_74
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામગ્રી ભેગી કરી લો. બટાકા ને સમારી લો, ગેસ ચાલુ કરીને એક પેન માં તેલ ગરમ કરો તેમાં જીરું અને લીલાં મરચાં, હીંગ, મીઠા લીમડા ના પાન નાખીને વઘાર કરો
- 2
હવે તેમાં શીંગદાણા, સમારેલી ડુંગળી ઉમેરો ને સાંતળી લો.
- 3
હળદર અને બાફેલા સમારેલા બટાકા ઉમેરી ને મિક્સ કરો મીઠું, લાલ મરચું પાઉડર ઉમેરી ને અને તેમાં લીંબુ નો રસ અને ખાંડ ઉમેરીને 2 - 5 મીનીટ કુક થવા દો.
- 4
હવે પૌંઆ ને પાણીમા પલાળી ને પાણી ગરણા માં નિતારી લો એટલે પૌંઆ થોડા કોરા થઈ જશે, હવે તેને પેનમાં બટાકા નાં મસાલા માં ઉમેરી દો, હવે બરાબર મિક્સ કરી લો.
- 5
5 મીનીટ ઢાંકી ને રાખી દો અને પછી ગેસ બંધ કરી લો. ગરમ ગરમ બટાકા પૌંઆ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16629132


















ટિપ્પણીઓ (5)