રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ ને ધોઈ ને ત્રણ કલાક માટે પાણીમાં પલાળી રાખવી. છોડાવાળી કે છોડા વગરની દાળ નો પણ ઉપયોગ કરી શકાય. જો છોડા વાળી દાળ વાપરવાની હોય તો થોડા છોડા કાઢી નાખવા બાકીના રહેવા દેવા. હવે દાળને નિતારીને એક મિક્સર જારમાં ઉમેરવી. એની સાથે આદુ, મરચાં, લીલા ધાણા, હિંગ, જીરું અને મીઠું ઉમેરી એની સાથે થોડું પાણી ઉમેરીને મુલાયમ પેસ્ટમાં વાટી લેવું. ખીરું સામાન્ય ઢોસા ના ખીરું જેવું રાખવું.
- 2
ફીલિંગ બનાવવા માટે પનીરને છીણી લેવું અને તેમાં ચીઝ ઝીણી સમારેલી ડુંગળી, જીરુ, લાલ મરચું, સંચળ અને મીઠું ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 3
ઢોસા બનાવવા માટે ઢોસા ની પેનને મીડીયમ તાપ પર ગરમ કરવી. હવે એક ગોળ ચમચાથી એના ઉપર તૈયાર કરેલું ખીરું ઉમેરીને એને ગોળ ગોળ બહારની તરફ ફેરવતા જઈને પાતળો ઢોસો બનાવી લેવો. હવે તેના પર થોડું ઘી કે તેલ ઉમેરી તૈયાર કરેલું થોડું ફીલિંગ ઉમેરવું. ઢોસાને મીડીયમ થી હાઈ હિટ પર નીચેની તરફથી હલકા બદામી રંગનો થાય ત્યાં સુધી શેકાવા દેવો. હવે ઢોસાને 1/2 વાળીને વાયર રેક પર લઈ લેવો. આ રીતે બીજા બધા ઢોસા તૈયાર કરી લેવા.
- 4
ગરમા ગરમ મગની દાળના ઢોસા ને નાસ્તામાં અથવા તો લંચ કે ડિનરમાં પીરસી શકાય.
Similar Recipes
More Recipes
- સોમ તામ (Som tam / Thai green papaya salad recipe in Gujarati)
- બેસન શીંગ નુ શાક પંજાબી સ્ટાઇલ રેસિપી (Besan Shing Shak Punjabi Style Recipe In Gujarati)
- પાચક આંબળા નો મુખવાસ (Pachak Amla Mukhwas Recipe In Gujarati)
- પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
- ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)










ટિપ્પણીઓ