સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati)

#XS
બહુ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ ્સ અને ઘરમાંથી જ ફટાફટ થઈ જતું આ પુડિંગ ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તે ફ્લેવર્સ માં આપણે કરી શકીએ છીએ
સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati)
#XS
બહુ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ ્સ અને ઘરમાંથી જ ફટાફટ થઈ જતું આ પુડિંગ ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તે ફ્લેવર્સ માં આપણે કરી શકીએ છીએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટિક વાટકો લઈ તેમાં ખાંડ નાખી દૂધને ઉકળવા મુકવાનું.
- 2
બીજા એક બાઉલમાં થોડું ઠંડુ દૂધ લઇ તેની અંદર કસ્ટર્ડ પાઉડર અને કોર્ન ફ્લોર નાખી ધીરે ધીરે ગાંઠા ન પડે તે રીતે મિક્સ કરી દેવાનું દૂધ થોડું ઉકળી જાય એટલે તેની અંદર આ મિશ્રણ નાખી થોડું ઘટ્ટ થઈ જાય એટલે તેમાં સ્ટ્રોબેરી ક્રશ ઉમેરી બરાબર મિક્સ કરી થીક થઈ જાય એટલે તેને નીચે ઉતારી લેવાનું.
- 3
બીજા એક પેનમાં ખાંડ લઈ તેમાં ડૂબે તેટલું પાણી નાખી થોડું કલર નાખી મધ જેવી ચાસણી તૈયાર કરવાની.
- 4
કાચનું ચોરસ બાઉલ લઇ તેમાં ટોસને લાઇનસર ગોઠવી દેવાના તેની ઉપર ખાંડની ચાસણી થોડી થોડી કરી અને રેડી દેવાની ત્યારબાદ તેની ઉપર કસ્ટર્ડ પાઉડર વાળું મિશ્રણ પાથરી દેવાનું.
- 5
ફરી તેની ઉપર લાઈનસર ટોસને ગોઠવી એ જ રીતે ચાસણી રેડી આખામાં મિશ્રણને પાતળી બરાબર ચારે બાજુથી કવર કરી તેની ઉપર સ્ટ્રોબેરીના પીસ ને ડેકોરેટ કરી ચિલ્ડ થવા મૂકી દેવાનું સર્વિંગ કરતા પહેલા તેને એક અથવા બે કલાક ફ્રીઝરમાં મૂકી ત્યારબાદ સર્વ કરવાનું.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (2)