ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati)

#JWC1
આ રેસીપી આ રીતે બનાવવાથી સમય ની બચત થાય છે ઝડપથી થઈ જાય છે જે ગૃહિણીઓ ને ખમણવામાં મુશ્કેલી પડતી હોય એ આ રીતે કરી શકે છે
ગાજર પનીર નો હલવો (Gajar Paneer Halwa Recipe In Gujarati)
#JWC1
આ રેસીપી આ રીતે બનાવવાથી સમય ની બચત થાય છે ઝડપથી થઈ જાય છે જે ગૃહિણીઓ ને ખમણવામાં મુશ્કેલી પડતી હોય એ આ રીતે કરી શકે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લાલ ગાજરને બરાબર ધોઈ અને કુકરમાં ગાજર દૂધ એક ચમચો ઘી ખાંડ ઇલાયચી ફોતરાં સહીત વગેરે ત્રણેય એક સાથે લઈ કુકર બંધ કરી ત્રણ સીટી કરવી ત્યારબાદ કુકર ઠંડુ થયા પછી ઢાંકણ ખોલી અને ચમચાથી દબાવી એકરસ કરો મિક્સર કે બ્લેન્ડર ફેરવવાની જરૂર નહીં પડે પનીર માટે દૂધ ગરમ કરવા મૂકો એક હુફાળો આવે એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુ નો રસ ધીમે- ધીમે નાખો ફાટી જાય એટલે એક મોટી ગરણીમાં લઈ લો જેથી પાણી નીકળી જશે અને પનીર ને એકવાર ધોઈ પછી બરાબર પાણી કાઢી ક્રમ્બલ માં જ રાખો
- 2
ત્યારબાદ એક પેનમાં થોડું ઘી લઈ તેમાં આ મિશ્રણ તૈયાર કરેલ પનીર નાખો પાંચથી સાત મિનિટ બરાબર સાંતાળો ઘી છૂટું પડે થઈ ગયા બાદ મિશ્રણ ડીશમાં લઈ બરાબર પાથરી ઠંડુ થયા પછી પીસ પાડો
- 3
તો તૈયાર છે ગાજર પનીરનો હલવો જે હલવા ની રીતે લચકો પણ રાખી શકાય અને પીસ પણ કરી શકાય ખાંડ નું માપ ગળપણ વધારે-ઓછું જે પ્રમાણે ખાતા હોય એ રીતે લઈ શકાય અંદર સૂકોમેવો કિસમિસ નાખી શકાય
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ