લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હળદર ને ધોઈને આ રીતે સમારી દેવી.મરચા ને પણ આ રીતે જ સમારી દેવા.રાઈ ના કુરિયા ને મિક્સર માં કરકરા ક્રશ કરી દેવા.
- 2
હવે ગેસ પર એક વાસણ લઇ તેમાં તેલ નાખી ગરમ થાય એટલે તેમાં હકદાર અને રાઈ ના કુરિયા નાખીને ૧-૨ મિનિટ શેકી લો.હવે થોડો લીંબુનો રસ નાખો.
- 3
હવે તેમાં લીલી હળદર,મરચા,અને લસણની કળીઓ,મીઠું અને બાકીનો લીંબુ નો રસ નાખીને મિક્સ કરી દો.૪-૫ મિનિટ થવા દો.અને હલાવતા રહો.ગેસ બંધ કરી ઠંડુ થાય એટલે બરણી માં ભરી દો.અને જમવાના સમયે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16738839











ટિપ્પણીઓ (2)