બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)

#શિયાળામાં બાજરી વરદાન રોગ ગણાય છે બાજરીનો ઉપયોગ કોઈપણ રીતે કરીને બાળકોને ખવડાવવું જરૂરી છે બાળકો બાજરીના થેપલા ખાય છે પણ રોટલા ઘી ગોળ ખાવા માટે બહુ અટકાય છે એનું મેં સોલ્યુશન શોધી અને મેં બાજરીની બાટી બનાવી છે એની અંદર લીલું લસણ અજમો વરિયાળી નાખીને બનાવી છે અને લીલા લસણથી એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક થાળીમાં બાજરીનો લોટ મીઠુંઓરેગાનો અજમો વરિયાળી તલ હીંગ લીલુ લસણ અને ગરમ કરેલું ઘી નાખી તેને બરાબર લોટને સરખો મસળો ત્યારબાદ હુંફાળા ગરમ પાણીથી નરમ ભાખરી જેવો લોટ બાંધવો અને ખુબ મસળવો જેથી લોટમાં ક્રેક પડે નહીં.
- 2
હવે લોટને બરાબર મસળીને ગોળ લૂઆ બનાવો તે પહેલા આપણે ધીમા ગેસ ઉપર અપમ સ્ટેન્ડ ની અંદર તેલ થી ગ્રીસ કરી તેને ધીમા ગેસ ઉપર ગરમ કરવા મૂકો. બાટીને ગોળ વાળી તેને તલમાં ડુબાડી અપ્પમમાં મૂકી અને ત્રણેક મિનિટ જેટલું થવા દો પછી એને પલટાવી પલટાવીને બરાબર શેકી લેવું
- 3
શેક્યા પછી એ બાટીને ઘીમાં ડુબાડી અથવા તો એના પર બટર કે માખણ મૂકી બાળકોને આપો બાળકો તેને હોશ ગરમાગરમ ખાઈ જશે અને એ જ્યાં ફાટી છે ત્યાં આગળ ગોળ ઝીણો કાપીને ભરી દેવો જેથી બાળકોને ખૂબ જ સરસ લાગશે અને આરામથી હોશે ખાઈ જશે નાની હોવાથી એ લોકો ઝડપથી ખાશે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ