વેજ બર્મિશ ખાઉસ્વે (Veg Burmese Khow Suey Recipe In Gujarati)

ખાઉસ્વે બર્મીઝ નૂડલ સૂપ છે. આ સુપ વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય. વેજીટેબલ સૂપ બનાવવા માટે પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરવામાં આવે છે. આ સુપ માં ઉપરથી તળેલા કાંદા, તળેલું લસણ, લીંબુ, લીલા મરચાં, કોથમીર અને શીંગદાણા એમ અલગ અલગ પ્રકારના ટોપિંગ વાપરવામાં આવે છે જેના લીધે આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિયાળાની ઠંડીમાં એક પરફેક્ટ વન પોટ મિલ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૂપ બનાવવાની બધી જ સામગ્રી ભેગી કરી લો બધા વેજીટેબલ કટ કરી લો (વેજીટેબલ મનપસંદ લઈ શકાય) નુડલ્સ ને બાફી લ્યો. ટોપિંગ માટે શીંગ ડુંગળી અને લસણને તળી લ્યો.
- 2
પેસ્ટ માટેની બધી સામગ્રી એક મિક્સર જારમાં ઉમેરીને તેમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લેવી. એક કડાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં લીમડો ઉમેરો. અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી 2 મિનિટ સાંતળો.
- 3
ત્યાર બાદ તેમાં ચણા નો લોટ ને તૈયાર કરેલા શાકભાજી ઉમેરવા. પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી લઇ શકાય. હવે તેમાં પાણી અથવા વેજીટેબલ સ્ટોક ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી એક થી બે મિનિટ માટે ચઢવા દો.
- 4
હવે તેમાં કોકોનટ મિલ્ક ઉમેરી મિક્સ કરી શાક થોડા ચડી જાય ત્યાં સુધી ઉકાળો. ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. તૈયાર કરેલ સૂપ ને સર્વિંગ બૉલ ઉમેરવી.
- 5
તેના પર બાફેલા નૂડલ્સ અને તૈયાર કરેલા ટોપિંગ ઉમેરવા. વેજ ખાઉસ્વે સૂપ વન પોટ મિલ છે જેની પસંદગી મુજબના ટોપિંગ ઉમેરીને મજા લઇ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)