વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)

કુન્ગ પાઓ એક સ્પાઈસી અને સ્ટર ફ્રાઇડ ડીશ નો પ્રકાર છે જે અલગ અલગ શાકભાજી કે નુડલ્સ અથવા તો નોનવેજ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા અલગ અલગ શાકભાજી, પનીર અને નુડલ્સ નો ઉપયોગ કરીને આ સ્પાઈસી અને સ્વાદિષ્ટ ચાઈનીઝ રેસીપી બનાવી છે. પનીર ના બદલે ટોફુ નો પણ ઉપયોગ કરી શકાય અને મનગમતા શાકભાજી ઉમેરી શકાય. આ ડીશમાં સીંગદાણા કે કાજુ ઉમેરી શકાય, અહીંયા મેં કાજુનો ઉપયોગ કર્યો છે.
વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
કુન્ગ પાઓ એક સ્પાઈસી અને સ્ટર ફ્રાઇડ ડીશ નો પ્રકાર છે જે અલગ અલગ શાકભાજી કે નુડલ્સ અથવા તો નોનવેજ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા અલગ અલગ શાકભાજી, પનીર અને નુડલ્સ નો ઉપયોગ કરીને આ સ્પાઈસી અને સ્વાદિષ્ટ ચાઈનીઝ રેસીપી બનાવી છે. પનીર ના બદલે ટોફુ નો પણ ઉપયોગ કરી શકાય અને મનગમતા શાકભાજી ઉમેરી શકાય. આ ડીશમાં સીંગદાણા કે કાજુ ઉમેરી શકાય, અહીંયા મેં કાજુનો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટીક પેનમાં થોડું તેલ મૂકીને પનીરના ટુકડાને હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લેવા. હવે એ જ પેનમાં કાજુ ઉમેરીને કાજુને પણ ગુલાબી રંગના શેકી લેવા.
- 2
એક વાસણમાં પાણી ઉકળે એટલે તેમાં થોડું મીઠું, તેલ અને નુડલ્સ ઉમેરીને નૂડલ્સને લગભગ 90 ટકા જેટલી બાફી લેવી. નુડલ્સને વધારે પડતી બાફવી નહીં. નુડલ્સ ને એક કાણાવાળા વાસણમાં કાઢીને ઠંડા પાણીથી ધોઈને થોડું તેલ લગાડીને મૂકી રાખવી.
- 3
સૉસ બનાવવા માટે એક વાસણમાં ડાર્ક સોયા સૉસ, લાઈટ સોયા સૉસ, રાઈસ વિનેગર, સિરાચા સૉસ, બ્રાઉન સુગર, તલનું તેલ, કોર્નફ્લોર, પાણી અને સ્ટોક ક્યુબ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 4
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચાના ટુકડા ની સાથે આદુ, લસણ અને લીલા કાંદા ઉમેરીને હાઈ હિટ પર એક મિનિટ માટે સાંતળવું. હવે તેમાં બેલ પેપર અને મશરૂમ ઉમેરીને બે મિનિટ માટે હાઈ હિટ પર સાંતળવું. ત્યારબાદ તેમાં પાલકના આખા પાન ઉમેરીને બીજી એક મિનિટ માટે સાંતળવું.
- 5
હવે તેમાં તૈયાર કરેલો સૉસ ઉમેરીને બે મિનિટ માટે હાઈ હિટ પર પકાવવું.હવે બાફેલી નુડલ્સ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા અને કાજુ ઉમેરીને બરાબર હલાવી લેવું. બે મિનિટ માટે હાઈ હિટ પર પકાવીને લીલા કાંદા ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 6
વેજ કુન્ગ પાઓ નુડલ્સ ને લીલા કાંદા અને તલ વડે સજાવીને પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
રાઈસ પેપર રોલ્સ (Rice paper rolls recipe in Gujarati)
રાઈસ પેપર રોલ્સ વીએટનામીઝ ડીશ નો પ્રકાર છે જે સેલેડ રોલ, સમર રોલ કે ફ્રેશ સ્પ્રિંગ રોલ તરીકે પણ જાણીતી છે. આ ડીશ નોનવેજ કે વેજીટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય. આ એક ખૂબ જ હેલ્ધી અને રિફ્રેશિંગ ડીશ છે જે પીનટ બટર ડિપિંગ સૉસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ChoosetoCook#cookpadindia#cookpad_gu spicequeen -
-
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ. નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#SF નાના બાળકોથી લઈને મોટા બધા જ લોકો ને નુડલ્સ ભાવતી જ હોય છે આજે મેં બધા અલગ અલગ વેજિટેબલ્સ ઉમેરીને નુડલ્સ બનાવી છે જેમાં મેં બીટ નો પણ ઉપયોગ કર્યો છે Bhavisha Manvar -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેમે ઘઉંના નુડલ્સ નો ઉપયોગ કરેલો છે અને વેજીટેબલ સારા પ્રમાણમાં આવે છે. Falguni Shah -
મશરૂમ ટોફુ સ્ટરફ્રાય (Mushroom Tofu Stirfry Recipe In Gujarati)
મશરૂમ ફેટ ફ્રી, લો સોડિયમ, લો કેલેરી અને કોલેસ્ટ્રોલ ફ્રી શાક નો પ્રકાર છે જે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.ટોફૂ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એ શરીરને ઉપયોગી એવા બધા જ એમિનો એસિડ ધરાવે છે. ટોફુ માંથી શરીરને જરૂરી એવા ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ મળી રહે છે. ટોફુ હૃદયને લગતી તકલીફો, મધુપ્રમેહ અને અમુક પ્રકારના કેન્સર માં ખૂબ જ ઉપયોગી છે.આ સ્ટરફ્રાય માં મેં રેડી પૅપર અને પાલક પણ ઉમેર્યા છે જે ઘણી રીતે શરીરને ફાયદાકારક છે. આ એક ખૂબ જ સરળ અને ઝડપથી બની જતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડિશ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
આ રેસિપી પાર્ટી અને ફંકશન્સમાં છોકરાઓની ખૂબ પ્રિય રેસીપી છે વેજ હક્કા નુડલ્સ એક ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તા અને પાર્ટી માટેની #WCR khush vithlani -
-
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ નુડલ્સ મેંદા કરતા પચવામાં હલકી હોય છે તે ઘઉં અને જુવાર ના મિશ્રણ થી બનાવેલ હોય છે અને તેની અંદર અલગ અલગ જાતના શાકભાજી ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. જરૂર થી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે.#ફટાફટ Khilana Gudhka -
વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#WCR બાળકો ની સાથે સાથે મોટા નાં પણ પ્રિય વેજીટેબલ હક્કા નુડલ્સ માં ભરપૂર શાકભાજી નો ઉપયોગ કરી ને સિમ્પલ નુડલ્સ બનાવ્યાં છે. Bina Mithani -
વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR Aarati Rinesh Kakkad -
વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#WCR #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #VegNoodles #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen -
વેજ મનચાઉં નુડલ્સ સુપ (Veg Manchow Noodles Soup Recipe In Gujarati)
વેજ મનચાઉં નુડલ્સ સુપ#SJC #સુપ_જ્યુસ_રેસીપી#MBR4 #Week4 #માયબેસ્ટરેસીપીસઓફ2022#ચાઈનીઝ #સુપ #નુડલ્સ #વીન્ટર #OnePotMeal#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapchallengeવીન્ટર માં ગરમાગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે. વેજ મનચાઉં સુપ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નુડલ્સ અને વેજીટેબલ્સ નાં લીધે આ સુપ બાઉલ ખાવા અને પીવા ની લિજ્જત સાથે One Pot Meal ની ગરજ સારે છે. અહીં મેં મીઠું , મરી પાઉડર અને તળેલી નુડલ્સ સાથે સર્વ કર્યુ છે . Manisha Sampat -
-
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
-
ચીલી ગાર્લિક નુડલ્સ (Chili Garlic Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુડલ્સ ખાઈને જો થોડો ચેન્જ લાવવો હોય તો આ નુડલ્સ ટ્રાય કરી શકાય છે અહીં મેં ચીલી ગાર્લિક નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ જ ડીલીસીયસ છે#GA4#week24#garlic Nidhi Jay Vinda -
-
-
વેજીટેબલ થુકપા (Vegetable Thukpa recipe in Gujarati)
થુકપા તિબેટન નુડલ સૂપ છે. પૂર્વ તિબેટ આ સૂપ નું ઉદ્દભવ સ્થાન છે. ટ્રેડિશનલી તિબેટ માં અલગ-અલગ પ્રકારના થુકપા બનાવવામાં આવે છે.થુકપા ઉત્તરભારતીય રાજ્યોની ખૂબ જ લોકપ્રિય ડિશ છે. ઠકપા નો ભારતીય પ્રકાર તિબેટન પ્રકાર કરતા થોડો અલગ છે કેમકે એમાં લાલ મરચું, જીરુ પાઉડર, ગરમ મસાલા જેવા ભારતીય મસાલા વાપરવામાં આવે છે જે આ સૂપ ને તીખો તમતમતો અને સ્વાદિષ્ટ બનાવે છે.આમ તો આ સૂપ કોઈપણ સિઝનમાં બનાવી શકાય પણ શિયાળામાં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. સૂપમાં ઉમેરાતા અલગ-અલગ પ્રકારના શાકભાજી અને નૂડલ્સ આ સૂપ ને વન પોટ મીલ બનાવે છે. મેં અહીંયા ટોફુ પણ ઉમેર્યું છે જેથી કરીને એમાં પ્રોટીનનો પણ ઉમેરો થઇ શકે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મીલ છે. spicequeen -
નુડલ્સ (Noodles Recipe in Gujarati)
#GA4#WEEK2#નુડલ્સ (NOODLES)#સેઝવાન નુડલ્સ 😋😋🍜🍜જીભનો ચટકો એટલે ચાઈનીઝ વાનગીઓ.આ વાનગીઓ એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.નાન મોટા દરેક વ્યક્તિની મનપસંદ આ વાનગીઓ છે..😋😋🍜🍜 Vaishali Thaker -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3 #Noodlesનુડલ્સ બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. બધા શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે... Bhakti Adhiya -
વેજ. નુડલ્સ મસાલા પુલાવ (veg. Noodles Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆ પુલાવ સ્પાયસી અને ચટાકેદાર બને છે જે ફૂલ મીલ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. Niral Sindhavad -
ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)
#GA4#Week3સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે. Sushma Shah
More Recipes
ટિપ્પણીઓ (9)