બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)

#LSR
લગ્ન સ્ટાઇલ રેસીપીસ
આ શાક લગ્ન માં બહુ બનતું હોય છે.
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSR
લગ્ન સ્ટાઇલ રેસીપીસ
આ શાક લગ્ન માં બહુ બનતું હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા વટાણા ફોલી દો અને બટાકા સમારી દો પછી એક વાસણ માં પાણી લઇ ગરમ થાય પછી ખાંડ અને મીઠું નાંખી વટાણા અને બટાકા નાંખી બાફી દો અને ટામેટા ની પ્યુરી કરી દો.
- 2
1 વાટકી માં મરચું, હળદર, ધાણા જીરૂ, આમચુર પાઉડર, જીરૂ પાઉડર લઇ પાણી રેડી પેસ્ટ કરી દો. આમ કરવા થી શાક નો કલર અને ટેસ્ટ ખુબ જ સરસ આવશે.
- 3
હવે એક તાવડી માં તેલ લઇ ખડા મસાલા નાંખી ચણા નો લોટ લઇ શેકી વાટકી માં બનાવેલ પેસ્ટ નાખી સાંતળી પછી ટામેટા ની પેસ્ટ નાંખી મીઠું નાંખી તેલ છૂટું પડે પછી થોડું પાણી નાંખી દો.
- 4
પછી બાફેલા વટાણા અને બટાકા નાંખી ગોળ, ગરમ મસાલો અને કસૂરી મેથી નાંખી સહેજ વાર ઉકળે પછી લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો
- 5
.રેડી છે લગ્ન પ્રસંગ માં બનતું બટાકા વટાણા નું શાક.....
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ