પંજાબી દાલ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)

#SN2
#vasantmasala
#aaynacookeryclub
#Cookpadgujarati
પંજાબ માં દાલ ફ્રાય ખૂબ જ લોકપ્રિય છે. પંજાબી ભોજન દાલ ફ્રાય રાઈસ સાથે પૂર્ણ થાય છે. તેને રોટી સબ્જી, સલાડ, પાપડ અને છાશ સાથે પીરસવા માં આવે છે. ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈને દસ મિનિટ પાણી માં પલાળી રાખો. હવે કુકરમાં દાળ, મીઠું, હળદર અને જરૂરી પાણી ઉમેરી ૪-૫ સીટી કરી બાફી લો.
- 2
એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં,કાળા મરી, તમાલપત્ર અને કઢી લીમડો નાખી વઘાર કરો. કાંદા નાખી સાંતળો. આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો. ટામેટા નાખી સાંતળો જરૂરી મીઠું નાખી નરમ થાય ત્યાં સુધી પકાવો. બધા મસાલા નાખી મિક્સ કરો.
- 3
હવે બાફેલી દાળ નાખી જરૂરી પાણી ઉમેરી પાંચ મિનીટ ઉકાળો. કસૂરી મેથી નાખી મિક્સ કરો. ઉપર બટર ગરમ કરી તેમાં ચપટી હિંગ અને લાલ મરચું નાખી તડકો કરો. કોથમીર નાખી ગરમ પીરસો.
- 4
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (18)