મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરીને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો. ૩ મિનિટ પછી તેમાં લસણ અને આદુનાં ટુકડાં ઉમેરી ફરી ૫ મિનીટ સુધી સાંતળો. હવે, તેમાં ટામેટાં ઉમેરી મિક્સ કરી લો અને ટામેટાં નરમ થઈ જાય પછી ગેસ બંધ કરી દો.
- 2
પછી, મિશ્રણને બ્લેન્ડર જારમાં વાટી લો.
- 3
હવે, પનીર ધોઈ તેને ત્રિકોણ આકારમાં કાપી લો. પેનમાં તેલ ગરમ કરીને પનીરને માત્ર ૨ મિનિટ માટે તળીને તરત જ નવશેકા મીઠા વાળા પાણીમાં પલાળી રાખો
- 4
પછી, કડાઈ ગરમ કરીને માખણ ઉમેરી તેમાં પેસ્ટ ઉમેરીને ૫ થી ૬ મિનિટ સુધી સાંતળો. પછી તેમાં ધાણા પાઉડર, કિચન કિંગ મસાલો, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને બીજી ૩ મિનિટ માટે સાંતળી તેમાં ૧ ગ્લાસ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
ગ્રેવી ઊકળે પછી તેમાં પનીર, વટાણા અને કસૂરી મેથી ઉમેરો ૧૦ મિનિટ ઢાંકીને ચડવા દો અને પછી ગેસ બંધ કરી દો.
- 6
મટર પનીરનું શાક તૈયાર છે. તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ