બાજરી નો રોટલો (Millet Flour Rotlo Recipe In Gujarati)

આમ તો બાજરીનો રોટલો આપણે આખુ વરસ બનાવીને ખાઇ શકીયે છીએ.પણ શિયાળામાં રોટલા ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. તો ચાલો બનાવીયે બાજરીનો રોટલો.
#BW
બાજરી નો રોટલો (Millet Flour Rotlo Recipe In Gujarati)
આમ તો બાજરીનો રોટલો આપણે આખુ વરસ બનાવીને ખાઇ શકીયે છીએ.પણ શિયાળામાં રોટલા ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. તો ચાલો બનાવીયે બાજરીનો રોટલો.
#BW
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીનો લોટ ચાળી લો. તેમાં મીઠું નાંખીને ઢીલો નહી અને કઠણ નહી એવો લોટ બાંધી લો. આ લોટ પાંચ મીનીટ સુધી મસળીને લીસ્સો કરી લો.બાજરીનો લોટ જેટલો વધારે મસળશો એટલો રોટલો વધારે સારો થશે અને મીઠો લાગશે.
- 2
હવે મોટો લુઓ બનાવો. રોટલા બનાવવાની બે રીત છે. એ બન્ને રીત હું અહી બતાવુ છુ.એક વાત યાદ રાખવી, બાજરીના રોટલા બનાવતી વખતે વેલણનો ઉપયોગ કરવો નહી. પાટલી ઉપર અથવા હાથથી ઘડેલો ખુબ મીઠો લાગે છે.માટીનુ કલાડુ ગેસ પર ગરમ કરવા મુકીને રોટલો ઘડી લો. ગેસ ધીમો કરીને રોટલો કલાડા પર સાચવીને મુકો. ભમરો ન પડે એનુ ધ્યાન રાખો.(કલાઢા પર રોટલો મૂકીયે પછી રોટલા ઉપર ફોલ્લા જેવુ ઉપસી જાય. એને ભમરો કહેવાય.)
- 3
એક સાઇડેથી રોટલો થોડો સેકાય જાય એટલે તેને ઉલટાવી દો. હવે ગેસ મીડીયમ રોખો. રોટલા પર ગુલાબી છાંટ પડે એટલે તેને કલાઢા પરથી ઉઠાવીને કલાઢુ હટાવી લો, રોટલો ગેસની ફ્લેમ પર ડાયરેક્ટ ફુલાવી લો.ઘી લગાવીને ગરમા ગરમ રોટલો સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (4)