દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#BW
#POMEGRANATE
#WEEK2
#CHHOLE
#SPICY
#CHATAKEDAR
#MASALA
#Punjabi
#COOKPADINDIA
#COOKPADGUJRATI
સામાન્ય રીતે કાબુલી ચણા 12 મહિના બધાના ત્યાં બનતા જ હોય છે. શિયાળાના સમયે ખૂબ જ સરસ પાકા દાડમ આવે છે. અને આ દાડમ ના દાણા નો ઉપયોગ કરીને હું શિયાળામાં છોલે ચણાની ગ્રેવી તૈયાર કરું છું. આ રીતે છોલે બનાવવાથી તે સ્વાદમાં સરસ લાગે છે. છોલે ચણા એક એવી વાનગી છે જે પંજાબી વાનગીમાં સૌથી પ્રખ્યાત ડીશ છે જે દુનિયાભરના દરેક મોટાભાગના દેશમાં તેના મેનુમાં સ્થાન પામેલ છે. પીંડીવાલે છોલે, અમૃતસર છોલે, મસાલા છોલે વગેરે નામથી મેનુમાં સામેલ હોય છે. આ વાનગી ઘણા બધા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી તેને દેશી ઘીમાં વધારવામાં આવે છે તેલમાં વઘારી છેલ્લે ઉપરથી દેશી ઘી ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત આ વાનગી દરેક રેસ્ટોરન્ટની સાથે સાથે ફૂડ સ્ટોલ કે રેકડી ઉપર પણ તેનું સ્થાન ધરાવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને બે થી ત્રણ વખત ધોઈને ચપટી મીઠું નાખી ગરમ પાણીમાં સાતથી આઠ કલાક માટે પલાળી રાખો. પછી તેનો દાણો ફાટે તે રીતે પ્રેશર કુકરમાં તેને સાતથી આઠ વિસલ થી બાફી લો. બધા મસાલા ને એક બાઉલમાં લઈ 1/2 કપ પાણી ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી લો.
- 2
જીરુ અને દાડમના દાણાને તેનો કલર બદલાઈને એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ધીમા તાપે નોનસ્ટિક પેનમાં કોરાજ શેકી લો. પછી તેમાં તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરી મિક્સર જારમાં લઈ તેની સ્મૂધ પ્યુરી તૈયાર કરી લો.
- 3
એક કડાઈમાં ઘીનો વઘાર મૂકી તેમાં જીરું ઉમેરી છીણેલી દૂધી ઉમેરી તે બ્રાઉન કલરની થાય તે ત્યાં સુધી તેને સાંતળો પછી તેમાં છીણેલા ટામેટા ઉમેરી સાંતળો. તૈયાર કરેલી મસાલા અને દાડમના દાણા ની પેસ્ટ તેમાં ઉમેરી ઘી છૂટું પડે ત્યાં સુધી બધું સાંતળો.
- 4
હવે તેમાં બે કપ પાણી અને બાફેલા કાબુલી ચણા ઉમેરી બધું એકરસ થાય ત્યાં સુધી પાંચ થી સાત મિનિટ માટે ઉકાળી લો છેલ્લે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને કસૂરી મેથી ઉમેરી ગેસ બંધ કરી દો.
- 5
તૈયાર દાડમ દાણા કાબુલી ચણા ને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી તળેલા મરચા મૂકો અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લો.
- 6
તૈયાર દાડમ દાણા મસાલા છોલે ને સર્વ કરો.
Top Search in
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (18)