રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા ને એક રાત પલાળી દેવા અને સવારે તેને ધોઈને તેના અંદર મીઠું નાખી અને બટાકા મૂકીને બાફી લેવા એક પેનમાં તેલ મુકું તેમાં કાંદાની પેસ્ટ છે એના અંદર
- 2
કાંદા ચડી જાય એટલે ટમેટાને પણ પીસી લેવા અને તે ટમેટાની પેસ્ટ પણ કાંદા ચડી જાય પછી નાખી દેવી તેના અંદર લાલ મરચું ગરમ મસાલો મીઠું હળદર ખાંડ સ્વાદ મુજબ બધું જ મસાલા કરી દેવા અને તેમાંથી તેલ છૂટું પડે પછી તેના અંદર છોલે ચણા અને બટેટાના કટકા નાખવા
- 3
ઉપરથી લીલા ધાણા અને ધાણાજીરું પાઉડર નાખીને સર્વ કરવો
- 4
આ છોલે એકદમ ટેસ્ટી બને છે એમનેમ પણ ખાઈ શકાય અને ભાત રોટલી રોટલા સાથે પણ સરસ લાગ્યા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16816006















ટિપ્પણીઓ (2)