રવાના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ મિક્સર જારમાં રવો, પૌવા, ચણાનો લોટ નાખી ક્રશ કરો.
- 2
ત્યારબાદ આ મિક્સરને એક બાઉલમાં કાઢો. તેમાં દહીં અને મીઠું નાખી હલાવો. તેને ઢાંકીને વીસ મિનિટ ઢાંકી રાખો.
- 3
થોડીવાર પછી તેમાં ઈનો નો આખું પેકેટ નાખી દેવું. ત્યારબાદ ઉપરથી થોડું પાણી નાખી મિશ્રણને એક જ દિશામાં હલાવતા રહો.
- 4
ત્યારબાદ એક ગ્રીસ કરેલા ડબ્બામાં આ મિશ્રણ ભરી દો. ત્યારબાદ તેની ઉપર લાલ મરચું અને કોથમીર ભભરાવો . ત્યારબાદ એક તપેલામાં પાણી મૂકી તેમાં સ્ટેન્ડ મૂકો.
- 5
ત્યારબાદ તેને ઢાંકીને 30 મિનિટ થવા દો. ત્યારબાદ ચપ્પુ ની મદદથી ચેક કરો.
- 6
ત્યારબાદ એક નાની કડાઈમાં તેલ ગરમ કરો. ત્યારબાદ જીરુ લીમડો, રાઈ, લીલા મરચા ના કટકા, ખાંડ અને થોડું પાણી નાખી ઉકાળવા મૂકો. ત્યારબાદ આ વઘાર ઢોકળા ઉપર રેડો.
- 7
વઘાર કરી ઢોકળામાં ચપ્પુથી કાપા પાડવા. તો રેડી છે બધાના મનપસંદ એવા રવા ઢોકળા. સર્વ કરેલ છે.
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ