પાણીપૂરી

#SFC
#COOKPADGUJRATI
#COOKPADINDIA
સુરતમા પાણીપુરી આર ડી શર્મા ની ફેઈમસ છે. આમ તો બધે જ સરસ મળે છે,પણ ચોપાટીની આર ડી શર્મા ની પાણીપુરી નો સ્વાદ ખુબ સરસ છે.
પાણીપૂરી
#SFC
#COOKPADGUJRATI
#COOKPADINDIA
સુરતમા પાણીપુરી આર ડી શર્મા ની ફેઈમસ છે. આમ તો બધે જ સરસ મળે છે,પણ ચોપાટીની આર ડી શર્મા ની પાણીપુરી નો સ્વાદ ખુબ સરસ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મીકચર ના બાઉલ મા ફુદનો,લીલા ધાણા, આદુમરચુ,લીંબુ, પાણીપુરીનો મસાલો લઈ લો,થોડુ પાણી અને બરફના ટુકડા નાખી બરાબર મીકસ કરી લો.મીઠું,ચાટ મસાલો નાખી ગરણીથી પાણી ગારી લો,એક તપેલીમા રેડી તીખુ પાણી તૈયાર કરી દો.
- 2
હવે ખજૂર અને ગોળને ક્રશ કરી મીઠું પાણી તૈયાર કરી લો ચાટ મસાલો,મીઠું સ્વાદમુજબ નાખી દો.પછી બટાકા અને લાલ ચણાને બાફીને ક્રશ કરીલો,ચણાને ૪,૫ કલાક પલાળીને પછી બાફી લો.
- 3
હવે આ મિશ્રણ મા મસાલો કરી લો,ચાટ મસાલો,મીઠું સ્વાદમુજબ નાખીને રેડી કરી દો
- 4
હવે પાણીપુરીની પુરીમા આ ચણા અને બટાકાનુ મિશ્રણ ભરી તીખુ અને મીઠી પાણીમા બોળી ખાવા માટે તૈયાર થઈ ગઈ.બુદી અને સેવ પણ નાખીને ખાય શકો છો.
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (3)